ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યાનો આજે (શનિવાર) એટલે કે આજે પોતાનો આઠમો જન્મદિવસ ઉજવી રહી છે. તેના જન્મદિવસના સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આરાધ્યા બચ્ચન પરિવારમાં બધાંની લાડલી છે અને આ વાતનો અંદાજો તેમની કેટલીક તસવીરો દ્વારા મળી જ જાય છે.
ઐશ્વર્યા અને અભિષેકે 2007માં લગ્ન કર્યા અને ચાર વર્ષ પછી 2011માં આરાધ્યાનો જન્મ થયો. આરાધ્યા તેમની એકમાત્ર દીકરી છે અને તેમની ખૂબ જ લાડલી છે. પોતાની દીકરી વિશે વાત કરતાં ઐશ્વર્યાએ એક વાર કહ્યું હતું કે તેની દીકરીમાં સંસ્કારોનો વિકાસ સ્વાભાવિકરૂપે થયો છે.
View this post on Instagram✨🌹Happy Dussehra and Vijaya Dashami to ALL🎊💐Much warmth, love and happiness God Bless ✨💝✨
આ વિશે જણાવતાં ઐશ્વર્યાએ કહ્યું, "મને લાગે છે કે મારી દીકરીમાં સંસ્કારોનો વિકાસ કરવો મારી માટે સ્વાભાવિક છે, આ કોઇ કંડિશન નથી. મારું પણ બાળપણ આવી રીતે જ વિત્યું છે. તેથી માતા-પિતા તરીકે જાણતાં-અજાણતાં આપણે જે પણ કરીએ છીએતે જ આપણે આપણાં બાળકોને શીખવાડીએ છીએ. કારણકે તે આપણી પાસેથી જ બધું શીખે છે. "
ઐશ્વર્યાએ આગળ કહ્યું, "મારા અને અભિષેકના પરિવારમાં એક કૉમન વસ્તુ છે કે અમે ભારતીય હોવાનો ગર્વ માનીએ છીએ. અમે અમારા બધાં તહેવારો અને અમારી સંસ્કૃતિના વિભિન્ન પાસાઓને ખુલ્લા મનથી ઉજવીએ છીએ અને અમે મુક્ત મનથી વિચારીએ પણ ચીએ અને અમે એક વૈશ્વિક નાગરિક પણ છીએ. આ જ જીવન છે જે અમે બન્નેએ પોતાના આ વર્ષોમાં અનુભવ્યા છે. "
અભિષેક બચ્ચને એકવાર કહ્યું હતું કે આરાધ્યા હજી પણ નથી સમજતી કે તે એક લોકપ્રિય પરિવારની છે.
આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ
અભિષેકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "આરાધ્યા ખૂબ જ પ્યારી દીકરી છે. તે જાણે છે કે અમે કલાકાર છીએ, જે ફિલ્મોમાં અને ટીવી પર દેખાય છે તેને એ પણ ખબર પડે છે કે તેની દાદીમાં સંસદ જાય છે પણ મને નથી લાગતું કે તે આ કોન્સેપ્ટને સમજી શકી છે કે ઓહ, મારા માતા-પિતા અને દાદા-દાદી ખૂબ જ લોકપ્રિય લોકો છે. અમે તેની માટે શક્ય તેટલું બધું સામાન્ય રાખવાના પ્રયત્ન કર્યા છે. ઐશ્વર્યા તેને બધું જ શીખવે છે. ઐશ્વર્યાએ આરાધ્યાને જમીન સાથે જોડાયેલા રહેવા માટે ઘણું બધું શીખવ્યું છે."
Bigg Boss 13: આટલા વર્ષો બાદ સલમાનને આવી ઐશ્વર્યાની યાદ, જાણો કેમ?
Nov 02, 2019, 17:22 ISTઐશ્વર્યાની મૅનેજરનાં કપડાંમાં લાગેલી આગને ઓલવતાં શાહરુખ દાઝ્યો
Oct 31, 2019, 12:47 ISTઐશ્વર્યા રાયની આંખો વિશે કન્ટેસ્ટંટે કરી કમેન્ટ તો આવા હતા બિગબીના રિએક્શન
Oct 24, 2019, 21:02 IST'પદ્માવત' હમ દિલ દે ચૂકે સનમના પાત્રો સાથે પણ બની શકી હોત- શાહિદ
Oct 22, 2019, 19:17 IST