સામે આવ્યો સલમાનની ફિલ્મ અંતિમનો ફર્સ્ટ લૂક, આ અંદજમાં દેખાયા ભાઈજાન

Published: 10th December, 2020 19:46 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સલમાન ખાને ફિલ્મ 'અંતિમ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મમાં સલમાન ખાન એક સરદાર કૉપના રોલમાં જોવા મળશે.

સલમાન ખાન (ફાઇલ ફોટો)
સલમાન ખાન (ફાઇલ ફોટો)

સલમાન ખાન એક નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, તે પણ ગુપચુપ અંદાજમાં. તેમ છતાં સલમાનની ફિલ્મનું નામ શું છે તેની માહિતી મળી હઈ છે. સલમાન ખાન જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, તેનું નામ છે, 'અંતિમ' (Antim). આ ફિલ્મમાં આયુષ શર્મા અને નિકિતિન ધીર પણ મુખ્ય ભૂમિકામાં છે.

સલમાન સાથે દેખાશે આયુષ શર્મા
સલમાન સાથે આ અપકમિંગ ફિલ્મ મહેશ માંજરેકર નિર્દેશિત કરી રહ્યા છે. રિપૉર્ટ્સ પ્રમાણે આયુષ એક ખૂંખાર ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવશે, જ્યારે સલમાન ખાન એક પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં જોવા મળશે. સલમાનનો આ લૂક આ ફિલ્મમાં ખૂબ જ ખાસ થવાનો છે.

સલમાનનો નવો લૂક
તાજેતરમાં જ આયુષ શર્માએ એક વીડિયો શૅ કર્યો છે. આમાં સલમાન ખાનનો નવો લૂક સામે આવ્યો છે. વીડિયોમાં સલમાન ગ્રે પેન્ટ અને કાળા બૂટમાં નેવી બ્લૂ શર્ટ પહેરેલો જોવા મળે છે. આ સિવાય જે સૌથી જૂદું જો જોવા મળ્યું એ છે સલમાનનો સરદાર લૂક. તેણે માથે પાઘડી બાંધી છે. સાથે જ બિયર્ડ લૂકમાં પણ દેખાય છે.

સલમાને લૂકને બનાવ્યો પરફેક્ટ
પહેલી ઝલકમાં જોતાં તમે સ્પષ્ટ જોઇ શકો છો કે સલમાન ખાન શાકભાજીની લારી તરફ જતો જોવા મળે છે. પોતાના સરદારના લૂકને પર્ફેક્ટ બનાવવા માટે તેણે ખાલસા લૉકેટ, પાઘડી અને હાથમાં કડો પણ પહેરી રાખ્યો છે. આયુષે આ પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, "અંતિમ શરૂ #BhaisAntimFirstLook #AntimTheFinalTruth @beingsalmankhan"

 
 
 
View this post on Instagram

A post shared by Aayush Sharma (@aaysharma)

આ ફિલ્મોમાં પણ દેખાશે સલમાન
જણાવવાનું કે, સલમાન ખાને 6 ડિસેમ્બરના રોજ મુંબઇની ફિલ્મસિટીમાં ફ્લિકનું પણ શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મ મરાઠી હિટ ફિલ્મ 'મુલ્શી પેટર્ન'ની રિમેક છે આ સિવાય સલમાનની ફિલ્મ રાધે ટૂંક સમયમાં જ રિલીઝ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK