સુપર હિટ મ્યૂઝિકલ ડ્રામા ફિલ્મ 'આશિકી'થી જાણીતા થયેલા અભિનેતા રાહુલ રૉયને બ્રેન સ્ટ્રૉક આવ્યો છે. તેને મુંબઇના નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે આ અકસ્માત થયો રાહુલ શ્રીનગરમાં 'કારગિલ' ફિલ્મનું શૂટિંગ કરતા હતા.
માહિતી પ્રમાણે 'કારગિલ'ના શૂટ દરમિયાન તેમને બ્રેન સ્ટ્રૉક આવ્યો. જેના પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલ અભિનેતાની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. તેમને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડૉક્ટર્સનું કહેવું છે કે રાહુલના મગજની ડાબી બાજુ લોહી જામી ગયું છે. તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે. સોશિયલ મીડિયા પર રાહુલની તસવીરો વાયરલ થઈ રહી છે. હકીકતે ફિલ્મનું શૂટિંગ ઘણી ઉંચાઇ પર થતી હતી. વધારે ઉંચાઇ હોવાને કારણે ઑક્સિજનની ઓછ હતી અને ટીમ મેમ્બર્સને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
રાહુલે 1990માં રિલીઝ થયેલી ફિલ્મ 'આશિકી' દ્વારા ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ થકી રાહુલને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી પણ તેમ છતાં તે બોલીવુડમાં વધારે ટકી શક્યા નહીં. આશિકી પછી રાહુલ પાસે ફિલ્મોની લાઇ લાગી હતી જ્યારે તેમણે 47 ફિલ્મો સાઇન કરી હતી જેમાંથી 19 લોકોના પૈસા પાછાં આપી દીધા હતા. એક સમય એવો હતો કે જજ્યારે તેમની 23 ફિલ્મો ફ્લોર પર હતી અને ત્રણ ફિલ્મોનું શૂટ કરીને, તે રાતે અન્ય ફિલ્મો માટે કામ કર્યા કરતા હતા.
પણ ધીમે-ધીમે તેમની ચમક ફીકી પડતી ગઈ. ફિલ્મો ન મળવાથી રાહુલ ઑસ્ટ્રેલિયા ગયા. વચ્ચે-વચ્ચે તે ભારત પાછા આવતા રહ્યા. રાહુલ રૉયને દર્શકો લગભગ ભૂલી ગયા હતા પણ 'બિગ બૉસ'માં તેમને નવું નામ મળ્યું. રાહુલ રૉય બિગ બૉસની પહેલી સીઝનનો ભાગ હતા અને તેના વિનર પણ રહ્યા. જો કે બિગ બૉસે તેમના કરિઅરને ખાસ માઇલેજ ન પહોંચાડી. એક ઇન્ટરવ્યૂમાં રાહુલ રૉયે લાઇમલાઇટથી દૂર રહેવાની વાત કરતા કહ્યું હતું કે, "મેં બધું છોડ્યું અને આ મારી મરજી હતી. હું ઇન્ડસ્ટ્રીમાં એટલે નહોતો આવ્યો કે મને સ્ટાર કે એક્ટર બનવું છે."
મારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 ISTકમલ હાસનની સર્જરી બાદ લોકોએ આપેલા સપોર્ટ અને પ્રાર્થનાઓનો આભાર માન્યો તેમની દીકરી શ્રુતિ અને અક્ષરાએ
20th January, 2021 17:19 ISTરાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને પૂરી સલામતી વ્યવસ્થા સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની વાત કહી છે સલમાને
20th January, 2021 17:14 IST