'આશિકી' ફેમ અભિનેતા રાહુલ રૉય પ્રવાસી શ્રમિકોના જીવન પર બનાવશે ફિલ્મ

Updated: Jun 02, 2020, 12:48 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફિલ્મ 'ધ વૉક'માં પ્રવાસી શ્રમિકોના જીવનની ર્દુદશા બતાવવામાં આવશે, રાહુલ ફિલ્મમાં અભિનય પણ કરશે

રાહુલ રૉય
રાહુલ રૉય

1990માં આવેલી ફિલ્મ 'આશિકી' દ્વારા ચાહકોના દિલમાં સ્થાન મેળવનાર અભિનેતા રાહુલ રૉય પ્રાવસી શ્રમિકોના જીવન પર ફિલ્મ બનાવી રહ્યાં છે. 'ધ વૉક' ફિલ્મમાં બે પ્રવાસી શ્રમિકોની વાત છે. જે મુંબઈથી ઉત્તર પ્રદેશ પોતાના ગામ પગપાળાં જઈ રહ્યાં છે. આ ફિલ્મમાં રાહુલ અભિનય પણ કરશે. ફિલ્મનું દિગ્દર્શન નિતિન ગુપ્તા કરશે. લૉકડાઉન પૂરું થયા બાદ જ્યારે શૂટિંગ શરૂ થશે ત્યારે આ ફિલ્મનું પણ શૂટિંગ શરૂ થશે.

રાહુલ રૉયે ફિલ્મની ઝલક તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Rahul Roy (@officialrahulroy) onMay 30, 2020 at 9:59pm PDT

ફિલ્મનો પ્રોમો જોતાં જ તેનો ઉદ્દેશ સમજાશે અને સૌંદર્યનો પણ ખ્યાલ આવશે. ફિલ્મ ખરેખર આશાસ્પદ લાગે છે, ખાસ કરીને તેનો વિષય. તેમજ રાહુલ રૉય લાંબા સમય બાદ અભિનય કરતાં જોવા મળશે. એટલે લોકો તેમને જોવા પણ ઉત્સુક છે. સિવાય આવા સંવેદનશીલ અને મહત્વપુર્ણ વિષયને કઈ રીતે અભિનેતા પડદા પર રજૂ કરે છે તે પણ મહત્વનું છે.

તમને જણાવી દઈએ કે રાહુલ રૉય બીગ બૉસની પ્રથમ સીઝનના વિજેતા પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK