આપ કી ખાતિર

Published: Mar 13, 2020, 15:40 IST | Rashmin Shah | Mumbai Desk

મનીષ પૉલની કૉમેડી વનલાઇનરથી ઇમ્પ્રેસ થયેલા પ્યારેલાલ શર્માએ મનીષની ઇચ્છાથી ‘સારેગામાપા’ના ફ્લોર પર પિયાનો પર ‘મેરી જંગ’ની ટ્યુન વગાડી

મનીષ પૉલ
મનીષ પૉલ

ટીવી-ઍન્કર મનીષ પૉલના અઢળક ફૅન્સ છે, પણ મનીષના આ ફૅન્સમાં એક નામ એવું પણ છે જે સાંભળીને મનીષ પોતે પણ ખુશ થઈ ગયો છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલવાળા પ્યારેલાલજી મનીષ પૉલની કૉમેડી અને વનલાઇનર્સના જબદરસ્ત ફૅન છે અને પ્યારેલાલજીએ આ વાત ઝી ટીવીના શો ‘સારેગામાપા’ના સેટ પર કહી પણ ખરી.

રિયલિટી શો પર આવેલા પ્યારેલાલજીએ કહ્યું કે મનીષ શો હોસ્ટ કરતો હોય તો હું જોવા બેસી જાઉં છું. મનીષની કૉમેડી મને ખૂબ પસંદ છે. પોતાનાં વખાણ સાંભળીને મનીષ નૅચરલી રાજી થયો, પણ તેણે તરત જ આ તકનો લાભ લઈને પ્યારેભાઈ પાસે ડિમાન્ડ પણ મૂકી દીધી અને તેમને પિયાનો વગાડવાની રિક્વેસ્ટ કરી. મનીષની આ રિક્વેસ્ટ પર પ્યારેભાઈ એક જ સેકન્ડમાં ઊભા થઈ ગયા અને તેમણે કહ્યું પણ ખરું કે આજે આ ફરમાઈશ મનીષની છે એટલે માનવી જ પડે.

પ્યારેભાઈએ ‘મેરી જંગ’ના ફેમસ સૉન્ગ ‘જીત જાએંગે હમ, તુ અગર સંગ હૈ...’ની ટ્યુન પર પિયાનો વગાડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK