Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ડની ફિલ્મના સ્પેશ્યલ સૉન્ગ માટે સમય કાઢ્યો આમિરે

ફ્રેન્ડની ફિલ્મના સ્પેશ્યલ સૉન્ગ માટે સમય કાઢ્યો આમિરે

29 January, 2021 02:27 PM IST | Mumbai
Mumbai correspondent

ફ્રેન્ડની ફિલ્મના સ્પેશ્યલ સૉન્ગ માટે સમય કાઢ્યો આમિરે

ફ્રેન્ડની ફિલ્મના સ્પેશ્યલ સૉન્ગ માટે સમય કાઢ્યો આમિરે

ફ્રેન્ડની ફિલ્મના સ્પેશ્યલ સૉન્ગ માટે સમય કાઢ્યો આમિરે


આમિર ખાને તેના વર્ષો જૂના ફ્રેન્ડ અમીન હાઝીની ફિલ્મના સ્પેશ્યલ સૉન્ગ માટે ‘લાલ સિંહ ચઢ્ઢા’માંથી સમય કાઢ્યો છે. અમીન જયપુરમાં પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. એથી આમિર તરત જયપુર પહોંચી ગયો છે. આમિર માટે અમીન એક સમર્થક મિત્રની સાથે જ ખાસ વ્યક્તિ પણ છે. આમિરની ‘લગાન’ અને ‘મંગલ પાન્ડે’માં પણ અમીને કામ કર્યું છે. આમિર સુપરસ્ટાર હોવા છતાં પણ તેણે પોતાના ફ્રેન્ડના પ્રોજેક્ટને મહત્ત્વ આપ્યું છે. એથી તેણે થોડા સમય માટે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે બ્રેક લીધો છે. અમીનની ફિલ્મમાં કિનલ કપૂર અને અમાયરા દસ્તુર પણ લીડ રોલમાં જોવા મળશે. મળેલી માહિતી મુજબ અમીને જ્યારે પોતાની આ સાઇકોલૉજિકલ થ્રિલરના ડિરેક્શન વિશે આમિરને જણાવ્યું તો તે ખૂબ રોમાંચિત થઈ ઊઠ્યો હતો. સાથે જ તેણે આ પ્રોજેક્ટ માટે તરત હામી ભરી દીધી હતી. આગામી પાંચ દિવસો સુધી આમિર જયપુરના એક સ્ટુડિયોમાં એલી અવરામ સાથે ગીતનું શૂટિંગ કરશે. એના માટે ભવ્ય સેટ પણ બનાવવામાં આવ્યો છે. આ ગીતને તનિષ્ક બાગચીએ કમ્પોઝ અને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે. આ ગીતને બૉસ્કો અને સીઝરે કોરિયોગ્રાફ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2021 02:27 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK