આમિર ખાન ચમક્યો ‘ટાઇમ’ના કવર પર

Published: 1st September, 2012 09:46 IST

આમિર ખાન હાલમાં ખ્યાતનામ અમેરિકન ઇન્ટરનૅશનલ મૅગેઝિન ‘ટાઇમ’ની એશિયન આવૃત્તિના કવરપેજ પર ચમક્યો છે. આ બહુમાન સાથે આમિર હવે આ મૅગેઝિનના કવર પર ચમકનાર પરવીન બાબી, ઐશ્વર્યા રાય બચ્ચન અને શાહરુખ ખાન પછીની બૉલીવુડની ચોથી હસ્તી બની ગયો છે.

 

 

‘ખાન્સ ક્વેસ્ટ’ એટલે કે ખાનની શોધ એવા ટાઇટલ નીચે સવાલ કરવામાં આવ્યો છે કે શું એક ઍક્ટર દેશને બદલી શકશે? હકીકતમાં આમિરના ૧૩ એપિસોડના ટીવી-શો ‘સત્યમેવ જયતે’એ સમગ્ર દેશમાં તેમ જ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર ચર્ચા જગાવી હતી જેના કારણે આખી દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ શોમાં કન્યાભ્રૂણહત્યા તેમ જ શિક્ષણ અને બીજા અનેક સામાજિક મુદ્દાઓની હૃદયસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલાં ‘ટાઇમ’ના કવર પર સચિન તેન્ડુલકર, સાનિયા મિર્ઝા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમ જ નરેન્દ્ર મોદી દેખાઈ ચૂક્યાં છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તો ‘ટાઇમ’ મૅગેઝિને ત્રણ વાર પોતાના કવર પર ચમકાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK