આ દિવાળી પર રિલીઝ નહીં થાય આમિર ખાનની ફિલ્મ, જાણો કેમ ?

Published: May 05, 2019, 16:11 IST | મુંબઈ

આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાને ક્રિસમસ પર રિલીઝ કરી રહ્યા છે. લાગે છે કે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની નિષ્ફળતા બાદ હવે આમિર ખાનનો દિવાળીના તહેવારથી મોહ ભંગ થઈ ચૂક્યો છે.

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર કામ કરી રહ્યા છે. આમિર ખાને પોતાના જન્મદિવસે આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 1994માં રિલીઝ થયેલી હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. જો કે આમિર ખાનની આ ફિલ્મ દિવાળઈ પર રિલીઝ નથી થવાની.

આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાને ક્રિસમસ પર રિલીઝ કરી રહ્યા છે. લાગે છે કે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની નિષ્ફળતા બાદ હવે આમિર ખાનનો દિવાળીના તહેવારથી મોહ ભંગ થઈ ચૂક્યો છે. એટલે આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ માટે એ તારીખ પસંદ કરી છે, જેમાં તેમને સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ ગમ્પમાં હોલીવુડના એક્ટર ટૉમ હેક્સ લીડ રોલમાં હતા. આ ફિલ્મ એવા વ્યક્તિની સ્ટોરી છે, જે થોડો મંદબુદ્ધિ છે, પરંતુ તેની આર્મીમાં પસંદગી થઈ જાય છે. આ ફિલ્મ માટે આમિર ખાસ તૈયારી કરી રહ્યા છે. આ વખતે ફરીએકવાર તે પોતાના વજન સાતે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. લાલ સિંહ ચઢ્ઢાની સ્ટોરી અતુલ કુલકર્ણીએ લખી છે, જ્યારે તેને અદ્વૈત ચંદન ડિરેક્ટ કરી રહ્યા છે. અદ્વૈત ચંદન આમિર ખાન સાથે સિક્રેટ સુપરસ્ટાર બનાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ The Kapil sharma Show: કેમ ભાવુક થયો કપિલ શર્મા ?

છેલ્લે આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રિલીઝ થઈ હતી. જો કે 2018માં દિવાળી પર રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઈ છે. વિજય કૃષ્ણ આચાર્યએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મને ક્રિટિકલી અને કમર્શિયલી બંને રીતે ફ્લોપ રહી હતી. 200 કરોડથી વધુના ખર્ચે બની રહેલી ફિલ્મ માત્ર 145 કરોડની કમાણી જ કરી શકી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK