ક્લીન શેવ્ડ લુકમાં આમિર ખાન

Published: Feb 01, 2020, 12:07 IST | Upala KBR | Mumbai

આમિર ખાન તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે ક્લીન શેવ્ડ લુકમાં જોવા મળ્યો છે.

આમિર ખાન
આમિર ખાન

આમિર ખાન તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે ક્લીન શેવ્ડ લુકમાં જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશમાં શૂટિંગ દરમ્યાન તે દાઢીવાળા લુકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ તેના માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ફિલ્મના તેનો લુક સતત જોવા મળે છે. થોડા સમય પહેલાં જ આમિર એક ઇવેન્ટમાં ક્લીન શેવ્ડ દેખાયો હતો. તે ગુડગાંવમાં શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન પણ અગત્યના રોલમાં જોવા મળશે.

aamir

આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મ ૨૦૨૦ની ક્રિસમસમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. ફિલ્મમાં તેના કૅરૅક્ટરનાં ૩૦ વર્ષના સમયગાળામાં ભારતમાં ઘટેલા રાજકીય અને કલ્ચરલ ઘટનાક્રમોને આવરી લેવામાં આવશે. તાજેતરમાં જ આમિરે એક દૃશ્યનું શૂટિંગ કર્યું હતું, જેમાં તેનું કૅરૅક્ટર કારગિલ વૉર બાદ આર્મીમાંથી સેવાનિવૃત્ત થાય છે.

આ પણ વાંચો : કંગના રનોટની બાયોપિક બનાવવી ગમશે : અશ્વિની અય્યર તિવારી

ઓરિજિનલ ફિલ્મની જેમ જ આ ફિલ્મમાં પણ તે એક કંપનીને પ્રમોટ કરે છે અને પોતાના સાથી સૈનિકોને આપેલું વચન પૂરું કરવા માટે પૈસા જમા કરે છે. આ સીન માટે બે દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK