Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા 2021ની ક્રિસમસમાં રિલીઝ થશે

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા 2021ની ક્રિસમસમાં રિલીઝ થશે

10 August, 2020 06:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા 2021ની ક્રિસમસમાં રિલીઝ થશે

લાલ સિંહ ચઢ્ઢા

લાલ સિંહ ચઢ્ઢા


કોરોનાને કારણે ભલભલા લોકોએ પોતાના પ્લાન્સ બદલવા પડ્યા છે. આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ જેની લોકોને લાંબા સમયથી પ્રતિક્ષા છે તે લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) ફિલ્મ જે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી તેની તારીખ પણ બદલાઇ છે. હવે આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે એટલે કે ડિસેમ્બર 2021માં. આમિર ખાનની 3 ઇડિયટ્સ, પીકે, ધૂમ 3, દંગલ વગેરે ફિલ્મો ક્રિસમસ પર જ રિલીઝ થઇ છે અને હિટ રહી છે. આમિર ક્રિસમસ પર જ ફિલ્મ રિલીઝ કરવાનું પસંદ કરે છે. આ વર્ષે કોરોનાને પગલે આ નિર્ણય બદલવો પડ્યો છે તો આમિર ફોરેસ્ટ ગંપ ફિલ્મની રિમેઇક લાલ સિંહ ચઢ્ઢા 2021ની ક્રિસમસ પર રિલીઝ કરશે. લૉકડાઉન પહેલા આ ફિલ્મનું શૂટિંગ કોલકાતા, ચંદીગઢ વગેરે શહેરોમાં થયું અને અભિનેતા આગામી શૂટ માટે ટર્કી પહોંચ્યો છે તે સમાચાર તાજા છે. આમિર ખાન આ ફિલ્મમાં એક શીખનાં રોલમાં છે અને તેના લૂકને લોકોએ પસંદ કર્યો છે. વાયાકોમ 18 સ્ટુડિયો સાથે મળી આમિર ખાન ફિલ્મ આ રજુઆત કરી રહ્યા છે. ફિલ્મમાં આમિર ખાન અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે મોના સિંઘ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન સિક્રેટ સુરસ્ટાર ફેમ અદ્વૈત ચંદને કર્યું છે.  ફિલ્મનું સંગીત પ્રીતમ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને ગીતો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 06:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK