Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ગુલામ'માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર

'ગુલામ'માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર

29 June, 2020 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'ગુલામ'માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર

જાવેદ હૈદર

જાવેદ હૈદર


કોરોના સંક્રમણ અને લૉકડાઉનને કારણે કેટલાય લોકો બેરોજગાર થઈ ગયા છે. એવામાં ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય કલાકારો પણ આનો ભોગ બન્યા છે. આમિર ખાન સાથે 'ગુલામ'માં કામ કરી ચૂકેલા જાવેદ હૈદર પણ પૈસાની તંગી સામે જજૂમી રહ્યા છે. પેટ ભરવા માટે હાલ તેઓ શાકભાજી વેંચી રહ્યા છે.

છેલ્લા ત્રણ મહિનાથી લૉકડાઉનને કારણે ઇન્ડસ્ટ્રી બંધ છે. અનલૉકની પ્રક્રિયા શરૂ થતાં જ હવે ધીમે-ધીમે કામ શરૂ થઈ રહ્યું છે. પણ આ મહિને ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગને લઈને કારોબાર સુધી, બધુ બંધ છે. આ કારણે કેટલાય એક્ટર્સ અને ટેક્નિશિયન્સ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ 'ગુલામ'માં કામ કરી ચૂકેલા અભિનેતા જાવેદ હૈદર પણ અન્ય કલાકારોની જેમ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ગુજારો કરવા માટે લારી પર શાકભાજી વેંચતા જોવા મળ્યા.



ડૉલી બિન્દ્રાએ શૅર કર્યો વીડિયો



જાવેદ હૈદર 'લાઇફ હો તો ઐસી' ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. કોરોના મહામારીના આ સમયમાં પોતાનું પેટ ભરવા માટે તે શાકભાજી વેંચવા મજબૂર છે. ટીવી એક્ટ્રેસ ડૉલી બિન્દ્રાએ જાવેદનો વીડિયો ટ્વિચર પર શૅર કર્યો છે. તે લખે છે, "તે એક એક્ટર છે, આજે તે શાકભાજી વેંચી રહ્યા છે-જાવેદ હૈદર."

ટીવી સીરીયલમાં પણ કર્યું છે કામ

'બિગ બૉસ' ફેમ ડૉલી બિન્દ્રાએ આગળ લખ્યું છે કે લૉકડાઉનને કારણે કોઇને પણ કામ નથી મળી રહ્યું. ડૉલીએ એક અન્ય ટ્વીટમાં લખ્યું છે કે જાવેદે વર્ષ 2009માં બાબર અને ટીવી સીરિઝ જીની ઔર જુજુમાં પણ કામ કર્યું છે.

દુનિયા મેં રહેના હૈ તો કામ કર પ્યારે

ટિકટૉક પર આ વીડિયો પોતે હૈદરે અપલોડ કર્યો છે. જેમાં તે શાકભાજી વેંચી રહ્યો છે, જ્યારે પાછળ ગીત વાગે છે કે, દુનિયા મેં રહેના હૈ તો કામ કર પ્યારે, હાથ જોડ સબકો સલામ કર પ્યારે. વરના યે દુનિયા જીને નહીં દેગી, ખાને નહીં દેગી, પીને નહીં દેગી.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK