Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાનની દીકરી ચાર વર્ષથી ડિપ્રેશનમાં, વીડિયો પોસ્ટ કરીને કહ્યું આ...

આમિર ખાનની દીકરી ચાર વર્ષથી ડિપ્રેશનમાં, વીડિયો પોસ્ટ કરીને કહ્યું આ...

11 October, 2020 04:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમિર ખાનની દીકરી ચાર વર્ષથી ડિપ્રેશનમાં, વીડિયો પોસ્ટ કરીને કહ્યું આ...

ઈરા ખાન પિતા આમિર ખાન સાથે

ઈરા ખાન પિતા આમિર ખાન સાથે


10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આજે પણ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકો સજાગ નથી. લોકો મેન્ટલ હેલ્થ પર વાત કરવાનું પસંદ કરતા નથી. હાલમાં જ આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઈરા ખાન (Ira Khan)એ સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે તે ડિપ્રેશનમાં છે. આ વીડિયોમાં તેણે વિગતવાર આ વિશે વાત કરી છે.

ઈરા ખાને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, 'હાય, હું ડિપ્રેસ્ડ છું. હું છેલ્લાં ચાર વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ડૉક્ટર પાસે ગઈ હતી. હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું. જોકે, હવે મને સારું છે. છેલ્લાં એક વર્ષથી હું મેન્ટલ હેલ્થ અંગે કંઈ કરવા માગતી હતી પરંતુ મને ખ્યાલ નહોતો આવતો કે હું શું કરું? તો મેં વિચાર્યું કે હું તમને મારી સફર પર લઈ જાઉં. જોઈએ કે આગળ શું થાય છે? આશા છે કે આપણે બધા પોતાને સારી રીતે જાણી શકીશું. મેન્ટલ હેલ્થને સરે રીતે સમજી શકીશું. ચાલો, ત્યાંથી શરુ કરીએ, જ્યાંથી મેં શરૂઆત કરી હતી. હું કઈ વાતે ડિપ્રેસ્ડ છું? હું ડિપ્રેસ્ડ થનારી કોણ છું? મારી પાસે બધું છે ને?




આ સાથે જ કૅપ્શનમાં ઈરા ખાને લખ્યું છે કે, ‘ઘણું બધું ચાલી રહ્યું છે. ઘણા લોકો બહુ બધું કહી રહ્યા છે. વસ્તુઓ હકીકતમાં કન્ફયુઝિંગ અને સ્ટ્રેસફુલ તથા સરળ છે, પરંતુ યોગ્ય નથી. જિંદગી બધા પાસે છે. આ બધું કહેવાની કોઈ રીત નથી, પરંતુ મને લાગે છે કે મને કઈક મળી ગયું છે કે મને સમજાઈ ગયું છે, મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઈલ હેલ્થ વિશે. તો મારા સફરમાં મારી સાથે, અજીબ, ક્યારેક બાળકો જેવા અવાજ, પ્રામાણિક રીતે..વાતચીત શરુ કરીએ.’


તમને જણાવી દઈએ કે, 23 વર્ષની ઈરા ખાને ગયા વર્ષે ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામનાં પ્લે સાથે થિએટરમાં ડેબ્યૂ કર્યું હતું. આ પ્લેને તેણે ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજીની ધવને અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK