દિલ્હી શેડ્યુલના ટ્રાન્સફર માટે સખા કૅબ્સની મહિલાઓને પસંદ કરી આમિરે
આમિર ખાન
આમિર ખાન હાલમાં દિલ્હીમાં તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ દરમ્યાન ટ્રાન્સપોર્ટેશન માટે તેણે દિલ્હીની સખા કૅબ્સની મહિલાઓને પસંદ કરવા માટે ફિલ્મની ટીમને કહ્યું હતું. ડોમેસ્ટિક ઍબ્યુઝ અને હૅરૅસમેન્ટનો ભોગ બનેલી મહિલાઓને સખા કૅબ્સ રોજગારી પૂરી પાડે છે અને તેમને સશક્ત બનાવવાનું કામ કરે છે. આ ગ્રુપ સાથે આમિરની મુલાકાત ‘સત્યમેવ જયતે’ શો દ્વારા થઈ હતી. આમિર ખાન ત્યારથી આ ગ્રુપને સપોર્ટ કરતો આવ્યો છે. તેણે કહ્યું હતું કે તે જ્યારે પણ દિલ્હી આવશે ત્યારે તેમની સર્વિસને જ પસંદ કરશે. છેલ્લાં ૧૦ વર્ષથી આમિર તેનું પ્રૉમિસન પૂરું કરતો આવ્યો છે. કોરોના વાઇરસને કારણે તેમને હવે રોજીરોટી મળવામાં મુશ્કેલી પડી રહી છે. આથી આમિરે તેના સમગ્ર શેડ્યુલ અને દરેક ટ્રાન્સપોર્ટ માટે તેમની સેવા પસંદ કરવા માટે ટીમને કહી દીધું હતું,એ ટલું જ નહીં, તેણે ૪૫ દિવસના શેડ્યુલ માટે તમામ મહિલાઓને રહેવાનું અને તેમની સેફ્ટી અને ભોજનની પણ વ્યવસ્થા કરી છે.