આમિર ખાન પ્રેરણા માને છે ચિરંજીવીને

Apr 08, 2019, 10:30 IST

આમિર ખાન માટે ચિરંજીવી એક પ્રેરણા સમાન છે. આમિર તાજેતરમાં જ જપાનના ક્યૉટો ઍરપૉર્ટ પર ચિરંજીવીને અચાનક મળ્યો હતો.

આમિર ખાન પ્રેરણા માને છે ચિરંજીવીને
આમિર ખાન સાથે ચિરંજીવી

આમિર ખાન માટે ચિરંજીવી એક પ્રેરણા સમાન છે. આમિર તાજેતરમાં જ જપાનના ક્યૉટો ઍરપૉર્ટ પર ચિરંજીવીને અચાનક મળ્યો હતો. ચિરંજીવી પત્ની સાથે જપાનમાં વેકેશન માટે પહોંચ્યા હતા. ચિરંજીવી આગામી તેલુગુ ફિલ્મમાં ફ્રીડમ ફાઇટર ઉયાલાવદા નરસિમ્હા રેડ્ડીની ભૂમિકામાં જોવા મળશે. બન્નેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને આમિરે ટ્વીટ કર્યું હતું કે ‘મારા ફેવરિટ ઍક્ટર, સુપર સ્ટાર ચિરંજીવી ગારુને ક્યૉટો ઍરપૉર્ટ પર મળ્યો હતો. મારા માટે આ એક અદ્ભુત સરપ્રાઇઝ રહી હતી.

આ પણ વાંચો : અભિષેકને અત્યંત પ્રિય મિત્ર ગણાવ્યો અમિતાભ બચ્ચને

તેમની સાથે તેમના નવા પ્રોજેક્ટ ફ્રીડમ ફાઇટર ઉયાલાવદા નરસિમ્હા રેડ્ડી વિશે ચર્ચા કરી હતી. સર તમે હંમેશાં મારા માટે એક પ્રેરણા રહ્યા છો. તેમને ભરપૂર પ્રેમ.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK