તારે ઝમીં પર ટાઇટલ આમિર ખાને સ્ટાર પ્લસને ફ્રી શું કામ આપ્યું?

Published: 20th October, 2020 11:56 IST | Rashmin Shah | Mumbai

સિન્ગિંગ રિયલિટી શોનો કન્સેપ્ટ સાંભળીને ઍક્ટરે રજિસ્ટર ટાઇટલ ચૅનલને આપી દીધું

આમિર ખાન
આમિર ખાન

દેશના ખૂણે-ખૂણે જઈને ટૅલન્ટ શોધવાનું અને શોધવામાં આવેલી ટૅલન્ટને પ્રતિભાશાળી મ્યુઝિક-ડિરેક્ટર શંકર મહાદેવન પાસે સિન્ગિંગ શીખવાનો મોકો. આ વાત જ આમિર ખાનને એવી ઇમ્પ્રેસ કરી ગઈ કે આમિરે કોઈ જાતની દલીલ કર્યા વિના સ્ટાર પ્લસને પોતાના રજિસ્ટર ટાઇટલ ‘તારે ઝમીં પર’ આપી દીધું અને એ પણ એકેય રૂપિયો ચાર્જ લીધા વિના. સૌકોઈને ખબર છે કે આ નામની ફિલ્મ આમિર ખાને બનાવી હતી અને એ સુપરહિટ થઈ હતી, પણ કોઈ એ નથી જાણતું કે આમિર ખાને ‘તારે ઝમીં પર’ ટાઇટલ ફિલ્મ ઉપરાંત વેબ-સિરીઝ અને ટીવી-સિરિયલ માટે પણ રજિસ્ટર રાખ્યું હતું અને એની રજિસ્ટ્રેશન-ફી પણ તે નિયમિત ચૂકવતો હતો.

સ્ટાર પ્લસ અને શંકર મહાદેવને સિન્ગિંગ રિયલિટી શોનું પ્લાનિંગ કર્યું અને એમાં ટાઇટલ આ વિચાર્યું ત્યારે પહેલો પ્રશ્ન એ આવતો હતો કે શોનું નામ કેવી રીતે રાખવું, પણ શંકર મહાદેવને જ ચૅનલ અને આમિર ખાનની મીટિંગ ગોઠવી અને મીટિંગમાં શોનો કન્સેપ્ટ સાંભળીને આમિરે કોઈ જાતની દલીલ કે માગણી વિના જ સીધી બાંયધરી આપી દીધી કે શો માટે તે ટાઇટલનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરી દેશે અને તેણે એ જ કર્યું. ગઈ કાલે તેણે ચૅનલને ઑફિશ્યલ ટાઇટલ આપી દીધું અને એક રૂપિયો પણ ચાર્જ કર્યો નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK