ઈરા ખાન થઈ 21 વર્ષની, પિતા આમિર ખાને શેર કરી હ્રદયસ્પર્શી પોસ્ટ

Published: May 10, 2019, 10:28 IST | મુંબઈ

આમિર ખાન અને રીના દત્તાની પુત્રી ઈરા ખાન 21 વર્ષની થઈ છે. અને આ મોકા પર આમિરે એક હ્રદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે.

ઈરાના જન્મદિવસ પર આમિર ખાનની પોસ્ટ(તસવીર સૌજન્યઃ આમિર ખાન ઈન્સ્ટાગ્રામ)
ઈરાના જન્મદિવસ પર આમિર ખાનની પોસ્ટ(તસવીર સૌજન્યઃ આમિર ખાન ઈન્સ્ટાગ્રામ)

બોલીવુડના મિસ્ટર પર્ફેકટનિસ્ટ આમિર ખાનની પુત્રીનો આજે જન્મદિવસ છે. અને આ મોકા પર તેમણે પોતે પર્ફેક્ટ ફાધર હોવાનો પણ પુરાવો આપ્યો છે. આમિરે ઈરા માટે એક ઈમોશનલ પોસ્ટ કરી છે.

ઈરા આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીનાની પુત્રી છે.  આજે તે વધુ એક વર્ષ મોટી થઈ ગઈ. ઈરાના પ્રાઉડ ફાધરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આમિરે પર્ફેક્ટ રીતે પોતાની બેબી ગર્લને વિશ કર્યું છે. એના માટે તો હજુ પણ તે નાનકડી જ છે!

આમિરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "હેપ્પી બર્થડે ઈરા. હું નથી માની શકતો કે તું આટલી જલ્દી મોટી થઈ ગઈ. તું હંમેશા મારા માટે 6 વર્ષની જ રહીશ. લવ યૂ, પાપા." આ સાથે પોસ્ટ કરેલી તસવીરમાં આમિર ખાન મંગળ પાંડના અવતારમાં જોવા મળી રહી છે, જેમાં તેના લાંબા વાળ અને મૂછો છે. આ સમયની તેની તસવીર છે અને તેમાં ઈરા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

 
 
 
View this post on Instagram

Happy 21st @khan.ira !!! Can't believe you got there so fast! You will always remain 6 for me! Love you. Papa.

A post shared by Aamir Khan (@_aamirkhan) onMay 9, 2019 at 10:15am PDT

>
ઈરાએ પણ તેના બર્થડે પર તેની BFF સાથેની બાળપણની તસવીર પોસ્ટ કરી. અને લખ્યું કે, "આ પિક્ચર્સ કેટલા ક્યૂટ છે? મને ખબર નહોતી કે આ પિક્ચર્સ છે."

 
 
 
View this post on Instagram

HOW CUTE ARE THESE PICTURES?! I didn't even know they existed. Thank you @sehuhegde ❤ we were such cool kids.

A post shared by Ira Khan (@khan.ira) onMay 9, 2019 at 4:10pm PDT


ઈરાએ હજુ સુધી પોતાનું બોલીવુડ ડેબ્યુ નથી કર્યું. ઈરાના માતા-પિતાએ પણ આ મામલે હજુ કાંઈ નહીં કહ્યું.

આ વર્ષની શરૂઆતમાં, આમિર ખાનની પુત્રી ઈરા તેના બોયફ્રેન્ડ મિશાલ ક્રિપાલાણી સાથેની તસવીરોના કારણે ચર્ચામાં આવી હતી. મિશાલ એક આર્ટિસ્ટ, મ્યુઝિક કંપોઝર છે. તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર અવાર નવાર તો તસવીરો પોસ્ટ કરતી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK