Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાનની પુત્રીએ સ્વીકાર્યું, આ વ્યક્તિને કરી રહી છે ડેટ

આમિર ખાનની પુત્રીએ સ્વીકાર્યું, આ વ્યક્તિને કરી રહી છે ડેટ

12 June, 2019 09:16 PM IST | મુંબઈ

આમિર ખાનની પુત્રીએ સ્વીકાર્યું, આ વ્યક્તિને કરી રહી છે ડેટ

આમિર ખાનની પુત્રીએ સ્વીકાર્યું, આ વ્યક્તિને કરી રહી છે ડેટ


આખરે આમિર ખાનની પુત્રી ઈરા ખાને સ્વીકાર્યું છે કે તે કોને ડેટ કરી રહી છે. ઈરા ખાને કન્ફર્મ કર્યું છે કે તે મ્યુઝિશિયન મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક સમય પહેલા એવી ચર્ચા હતી કે ઈરા ખાન મિશાલને ડેટ કરી રહી છે. જો કે ઈરા કે મિશાલે આ વાતને કન્ફર્મ નહોતી કરી. પરંતુ હવે ઈરા ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાત સ્વીકારી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફેને ઈરાને પુછ્યુ હતુ કે તે રિલેશનશિપમાં છે કે નહીં ? આ સવાલના જવાબમાં ઈરાએ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તે મિશાલને હગ કરતી દેખાઈ રહી છે. ઈરાએ આ સ્ટોરીમાં મિશાલને ટેગ પણ કર્યો છે.

ira khan



ઉલ્લેખનીય છે કે ઈરા ઈન્સ્ટાગ્રામ પર મિશાલ સથેના ફોટોઝ શૅર કરતી રહે છે. આ પહેલા ઈરાએ વેલેન્ટાઈન ડે પર મિશાલે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં મિશાલ પિયાનો સામે બેસીને ગીત ગાતો દેખાઈ રહ્યો છે. મિશાલ પણ ઈરા સાથેના ફોટોઝ પોસ્ટ કરતો રહે છે. તેમણે ઈનસ્ટાગ્રામ પર ઈરાને ક્યુટ રીતે બર્થ ડે વીશ પણ કરી હતી. આ પહેલા કૉફી વીથ કરણમાં આમિર ખાને કહ્યું હતું કે તે જુનૈદ અને ઈરા માટે ઈન્ડસ્ટ્રીમાં ફ્યુચર પ્લાન કરી રહ્યા છે.



આમિર ખાને કહ્યું હતું કે તેમનો પુત્ર જુનૈદ એક્ટર બનવા ઈચ્છે છે, જ્યારે ઈરાને ફિલ્મ મેકિંગમાં રસ છે. આમિર ખાને ઈરાની બોલીવુડમાં આવવવાની શક્યતા પર ચર્ચા કરી હતી. ઈરા ખાન આમિર ખાન અને રીના દત્તાની નાની પુત્રી છે, તે સમયાંતરે આમિર ખાન સાથે મુંબઈની રેસ્ટોરન્ટમાં દેખાય છે.

આ પણ વાંચોઃ ભક્તિ કુબાવતઃવેસ્ટર્ન આઉટફિટમાં સુંદર લાગે છે આ ગુજરાતી એક્ટ્રેસ

આમિર ખાને આ વિશે વાત કરતા કહ્યું હતું કે,'ઈરાને શું કરવું છે એ વિશે મને ખ્યાલ નથી. પરંતુ તે ખૂબ જ ક્રિએટિવ છે અને સિનેમા માટે કામ કરવા માટે ઉત્સાહિત છે. તે કેટલાક વર્ષો બાદ ફિલ્મ મેકિંગમાં પગ મૂકી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 09:16 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK