આમિર ખાને જતી કરી ૧૫૦ કરોડ રૂપિયાની જાહેરખબરો

Published: 20th October, 2012 06:36 IST

ઇમેજનું મેકઓવર કરીને સામાજિક કાર્યના ક્ષેત્રે વધુ સક્રિય થવા માગે છેબૉલીવુડમાં એવા ઢગલાબંધ સ્ટાર્સ છે જેઓ પૈસા કમાવાની એકેય તક નથી છોડતા. જોકે આમિર આ બધાથી તદ્દન અલગ છે. તાજેતરમાં તેણે પોતાના પહેલા ટેલિવિઝન-શો ‘સત્યમેવ જયતે’ના લૉન્ચિંગ વખતે પોતાની ઇમેજ જળવાઈ રહે એ માટે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની બ્રૅન્ડ-એન્ર્ડોસમેન્ટ્સની ઑફર્સનો ઇનકાર કર્યો હોવાની ખબર પડી છે.

એ વિશે વાત કરતાં આમિરની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘આમિર નહોતો ઇચ્છતો કે ‘સત્યમેવ જયતે’ના લૉન્ચિંગ વખતે તેની જાહેરાતો આ શોમાં વચ્ચે દેખાડવામાં આવે અને એટલે જ તેણે પોતાની આ ઇચ્છા પૂરી કરવા માટે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની બ્રૅન્ડ-એન્ર્ડોસમેન્ટ્સની ઑફર્સનો ઇનકાર કર્યો હતો. આમિર હવે પોતાની ઇમેજનું મેકઓવર કરીને સામાજિક કાર્યો તરફ વધુ ધ્યાન કેãન્દ્રત કરવા માગે છે. હાલમાં તે માત્ર ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કૅમ્પેનની બ્રૅન્ડ જ એન્ર્ડોસ કરે છે. હજી ઑગસ્ટ સુધી તેની પાસે કેટલાંક એન્ર્ડોસમેન્ટ્સ હતાં, પણ તેના બ્રૅન્ડ-એન્ર્ડોસમેન્ટના બધા કૉન્ટ્રૅક્ટ પૂરા થઈ ગયા છે. તેણે કોઈ જ કૉન્ટ્રૅક્ટ રિન્યુ નથી કર્યો.’

આમિરે હવે ‘સત્યમેવ જયતે’ની બીજી સીઝન માટે કામ શરૂ કરી દીધું છે. તેણે સ્વીકાર્યું છે કે એ વાત સાચી છે કે મેં મારી બધી એન્ર્ડોસમેન્ટ-ડીલ કૅન્સલ કરી છે.

આમિર મમ્મીને લઈને હજ કરવા ઊપડ્યો

ગુરુવારે રાત્રે આમિર ખાન પોતાની માતા ઝીનત સાથે હજયાત્રાએ જવા માટે રવાના થઈ ગયો છે. આમિરની આ યાત્રા વિશે તેની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘આમિરે તેની માતાને આ વર્ષે હજયાત્રાએ લઈ જવાનું પ્રૉમિસ કર્યું હતું. એ માટે તે બે અઠવાડિયાં સુધી મુંબઈની બહાર રહેશે. આમિર અને તેની માતા એક ગ્રુપમાં ગયાં છે. તેઓ ૨૨ ઑક્ટોબરે મીના જવા નીકળશે અને ૨૬ ઑક્ટોબરે મક્કામાં તવાફ-એ-ઝિયારતની વિધિ કરશે. ત્યાર બાદ ૨૯ ઑક્ટોબરે મદીના જવા નીકળશે અને બીજી નવેમ્બરે મુંબઈ આવવાની ફ્લાઇટ પકડશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK