જાણો આમિર ખાને જન્મદિવસ પર શું કરી જાહેરાત?

Updated: Mar 15, 2019, 11:17 IST

આમિર ખાનની આગામી ફિલ્મ હૉલીવુડના ઍક્ટર ટૉમ હૅન્ક્સની ફિલ્મ ‘ફૉરેસ્ટ ગમ્પ’ પરથી બનાવવામાં આવી રહી છે.

આમિર ખાને ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરે મીડિયાની સાથે 54મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. તેણે કેક કાપી પત્ની કિરણ રાવને કિસ કરી હતી. તસવીર : શાદાબ ખાન
આમિર ખાને ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરે મીડિયાની સાથે 54મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. તેણે કેક કાપી પત્ની કિરણ રાવને કિસ કરી હતી. તસવીર : શાદાબ ખાન

આમિર ખાનની આગામી ફિલ્મ હૉલીવુડના ઍક્ટર ટૉમ હૅન્ક્સની ફિલ્મ ‘ફૉરેસ્ટ ગમ્પ’ પરથી બનાવવામાં આવી રહી છે. આમિર ગઈ કાલે ૫૪ વર્ષનો થયો હતો. મીડિયા સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરતાં તેણે ‘લાલ સિંહ ચઢ્ઢા’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ ‘ફૉરેસ્ટ ગમ્પ’ની ઑફિશ્યલ રીમેક છે. આ ફિલ્મને આમિરની સાથે વાયકૉમ૧૮ મોશન પિક્ચર્સ પ્રોડ્યુસ કરી રહી છે. ‘સીક્રેટ સુપરસ્ટાર’નો ડિરેક્ટર અદ્વૈત ચંદન આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આ વિશે આમિરે કહ્યું હતું કે ‘મારી આગામી ફિલ્મ ફાઇનલ થઈ ગઈ છે, જેનું નામ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે. આમિર ખાન પ્રોડક્શન્સ અને વાયકૉમ૧૮ મોશન પિક્ચર્સ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની રીમેક છે. પૅરૅમાઉન્ટ પાસે અમે આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે. હું ફિલ્મમાં લાલ સિંહનું લીડ પાત્ર ભજવી રહ્યો છું.’

aamir khan selfie

મીડિયા સાથે સેલ્ફી લેતો આમિર. 

‘ફૉરેસ્ટ ગમ્પ’ ૧૯૯૪માં રિલીઝ થઈ હતી અને એને છ ઑસ્કર અવૉર્ડ મળ્યા હતા જેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ ટૉમ હૅન્ક્સને મળ્યો હતો. આ ફિલ્મ વિશે વધુ જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘અમે ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઑક્ટોબરથી શૂટિંગની શરૂઆત થશે. છ મહિના સુધી હું આ ફિલ્મ માટે તૈયારીઓ કરીશ. મારે વજન ઘટાડવાનું છે. લગભગ વીસ કિલો જેટલું વજન ઓછું કરીશ.’

આ પણ વાંચો : બદલાવ લાવવો હોય તો વોટ કરો : વિદ્યા બાલન

કંગનાએ મને ક્યારેય નથી કહ્યું કે તે મારાથી નારાજ છે : આમિર ખાન

આમિર ખાનનું કહેવું છે કે કંગના રનોટ તેનાથી નારાજ છે એની તેને જાણ સુધ્ધાં નથી. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને સપોર્ટ ન કરવા બદલ કંગનાએ કહ્યું હતું કે બૉલીવુડ તેના વિરુદ્ધ એક થઈ ગયું છે. તેણે આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને રણબીર કપૂર વિરુદ્ધ પણ સ્ટેટમેન્ટ આપવાનું શરૂ કરી દીધું છે. કંગના ‘દંગલ’ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’નાં સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં આવી હતી, પરંતુ આમિર તેની ફિલ્મ જોવા નહોતો આવ્યો એવું તેણે કહ્યું હતું. આ વિશે પૂછતાં આમિરે કહ્યું હતું કે ‘તે મારાથી નારાજ છે? કેમ? કંગનાએ મને ક્યારેય નથી કહ્યું કે તે નારાજ છે. હું જ્યારે તેને મળીશ ત્યારે આ વિશે જરૂર પૂછીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK