દોઢ વર્ષના આઝાદ માટે આમિર અને કિરણ પ્લે-સ્કૂલની શોધમાં
ADVERTISEMENT
દોઢ વર્ષનો આઝાદ ખૂબ જ મસ્તીખોર છે અને તે પોતાના પેરન્ટ્્સને ખડેપગે સેવામાં રાખે છે.
આમિર અને કિરણને પોતાનું બાળક જોઈતું હતું અને હવે આઝાદ તેમનો મોટા ભાગનો સમય લે છે. કિરણે કામમાંથી આઝાદને પૂરતો સમય આપવા માટે જરૂરી બ્રેક લીધો હતો. હવે તે ફરીથી કામમાં વ્યસ્ત થવા માગતી હોવાથી તેઓ આઝાદ થોડા કલાક ક્યાંક ગાળી શકે એવી પ્લે-સ્કૂલ શોધી રહ્યાં છે.
જોકે આઝાદ હજી ખૂબ જ નાનો હોવાથી કપલ આ બાબતે હજી ફાઇનલ નિર્ણય લઈ શક્યું નથી. આઝાદને આમિર સાથે રહેવું ખૂબ જ ગમે છે અને તેને મેદાનમાં જવું ગમે છે.
ઉલ્લેખનીય છે કે કિરણ થોડા દિવસ પહેલાં કરિશ્મા કપૂૂર સાથે પણ બાળકોને બહાર જવાનો પ્લાન ઘડી રહી હતી.