Laal Singh Chaddhaમાં 4 જુદા જુદા લૂકમાં દેખાશે આમિર ખાન-કરીના કપૂર

મુંબઈ | Jul 16, 2019, 18:07 IST

બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સની ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ હિન્દી રિમેક છે.

Laal Singh Chaddhaમાં 4 જુદા જુદા લૂકમાં દેખાશે આમિર ખાન-કરીના કપૂર

બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સની ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ હિન્દી રિમેક છે. જેમાં આમિર ખાનની સામે કરીના કપૂર ખાન દેખાશે. આ પહેલા બંને 3 ઈડિયટ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે આમિર ખાન અને કરીના કપૂર આ ફિલ્મમાં જુદા જુદા 4થી 5 લૂકમાં દેખાવાના છે.

ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન અને આમિર કાને સંખ્યાબંધ લૂક્સ પર રિસર્ચ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે ટાઈમ ફ્રેમના દરેક પાર્ટ માટે એક્ટર્સના 4-5 લૂક હશે. પાત્રોના કોસ્ચ્યુમ, કલ્ચર, લૂક્સ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. પહેલું શેડ્યુલ પુરુ થયા બાદ એક આખો લૂક ટેસ્ટ પણ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે લાલ સિંહ ચડ્ઢાનું શૂટિંગ ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ ત્રણ શેડ્યુલમાં થઈ શકે છે.

મળતી માહિતી માટે ફિલ્મમાં દરેક એરા માટે આમિર ખાન જુદા જુદા લૂકમાં દેખાશે. ફિલ્મ 70ના દાયકાથી શરૂ થશે અને હાલના સમયમાં પૂરી થશે. ઈમરજન્સીથી કારગીલ વૉર સુધી, પુલવામા આતંકી હુમલો અને ઉરી હુમલા સુધી અને સરકાર બદલવી સહિતના સોશિયલ અને પોલિટિકલ મામલા સાથે જોડાયેલી છેલ્લા 5 દાયકાની હાઈલાઈટ્સ બતાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Kemmie Vaghela: 'દિકરી વ્હાલનો દરિયો'ની 'કિંજલ'નો આવો છે અંદાજ

ઉલ્લેખનીય છે કે 2018માં આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન રિલીઝ થઈ હતી, આ ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કેટરીના કૈફ, ફાતિમા સના શેખ, અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા. પરંતુ મોટા બજેટની ફિલ્મ અને મોટી સ્ટારકાસ્ટ છતાંય ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધે કાંધ પછડાઈ હતી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફ્લોપ થવાને કારણે ફિલ્મના મેકર્સ અને કાસ્ટ નિરાશ થયા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK