Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાવણની પત્ની તું નથી હું છું, જાણો 33 વર્ષે ખુલ્યું કેવું રહસ્ય?

રાવણની પત્ની તું નથી હું છું, જાણો 33 વર્ષે ખુલ્યું કેવું રહસ્ય?

04 May, 2020 07:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાવણની પત્ની તું નથી હું છું, જાણો 33 વર્ષે ખુલ્યું કેવું રહસ્ય?

રાવણ અને મંદોદરી

રાવણ અને મંદોદરી


લૉકડાઉનના વચ્ચે રામાયણ સીરિયલે ઘણ ધૂમ મચાવી છે. લોકો ફ્રી સમયમાં રામાયણ જોવાનું પસંદ કરે છે અને લોકોને જ્ઞાન અને મનોરંજન પણ મળે છે. આ શૉનો બીજો પાર્ટ ઉત્તર રામાયણ શનિવારે જ સમાપ્ત થયો છે. ઉત્તર રામાયણમાં લવ-કુશની વાર્તા દર્શાવવામાં આવી હતી, જે મર્યાદા પુરુષોત્તમ રામના પુત્રો હોય છે. રામાયણની વાર્તા જ્યારે અંતિમ ચરણમાં પહોંચી જાય છે, ત્યારે લક્ષ્મણ અને મેઘનાદનું ભયંકર યુદ્ધ જોવા મળે છે. તે સમયે રાવણના દીકરા મેઘનાદનું લક્ષ્મણના હાથે મૃત્યુ થાય છે. મેઘનાદની મોત બાદ રાવણ પોતે યુદ્ધ કરવા માટે મેદાનમાં ઉતરે છે. ત્યારે રાવણની પત્ની મંદોદરી તેમને સમજાવવાની ઘણી કોશિશ કરે છે.

રામાયણ શરૂ થતાની સાથે જ આ શૉના પાત્રો ઘણા ચર્ચાનો વિષય બની ગયા છે. હાલ રાવણની પત્ની મંદોદરી સમાચારોમાં છવાયેલા છે. મંદોદરીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ અપરાજિતા ભૂષણે ઘણા વર્ષો બાદ એક સીક્રેટ વાતનો ખુલાસો કર્યો છે. હકીકતમાં ગૂગલ પર રામાયણના પાત્રોની જાણકારી સર્ચ કરીએ તો મંદોદરીના નામ પર બીકે પ્રભા મિશ્રા સામે આવી જતી હતી.



મંદોદરીના નામ પર પોતાની જગ્યા પર કોઈ બીજી એક્ટ્રેસનું નામ જોઈને અપરાજિતા ભૂષણ હેરાન થઈ ગઈ. એટલું જ નહીં બીકે પ્રભા મિશ્રા આ ઈમેજના કારણે કેટલા ઈન્ટરવ્યૂઝ પણ આપી ચૂકી હતી. પરંતુ લગભગ 15 વર્ષ બાદ અપરાજિતા ભૂષણે આ ખોટી વાત પરથી ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અપરાજિતાએ પ્રભા મિશ્રાને આ મામલા પર મદદ કરવા કહ્યું તો એમણે લાંબા સમય સુધી અપરાજિતાને ભરોસો રાખવા કહ્યું હતું.


પરંતુ હવે અધિક સમય વીત્યા બાદ પ્રભાએ પોતાના તરફથી કઈ કહ્યું નહીં તો અપરાજિતા ભૂષણને પરિવારે કાયદાકીય એક્શન લેવાનો આદેશ આપ્યો. જોકે એના બાદ પ્રભા મિશ્રાએ ઈમેલ દ્વારા પોતાની માફી માંગતા જે હકીકત હતી એ સામે લાવવાનું કામ કર્યુ. આ રીતે મંદોદરી વર્ષો બાદ પોતાની અસલી ઓળખ લોકો સામે લાવવામાં સફળ રહી.

જણાવી દઈએ કે દૂરદર્શન બાદ સ્ટાર પ્લસ પર રામાયણનું પ્રસારણ થવા જઈ રહ્યું છે. લૉકડાઉન વચ્ચે ફૅન્સ માટે આ ખુશીના સમાચાર છે. 4મેથી સાંજે 7:30 વાગ્યે તમે ફરીથી સીરિયલ જોવાનો લાભ લઈ શકો છો. જે ફૅન્સ દૂરદર્શન પર શરૂથી રામાયણ જોઈ નથી શક્યા, એમના માટે ફરીથી રામાયણ સીરિયલ જોવાનો અવસર મળી રહ્યો છે.


જ્યારથી રામાયણ સીરિયલ શરૂ થઈ છે, ત્યારથી આ ચેનલની ટીઆરપી નંબર વન પર રહી છે. રામાયણના 16 એપ્રિલના એપિસોડને વિશ્વભરમાં 7.7 કરોડ લોકોએ જોયો છે. આ આંકડા સાથે, શૉ એક જ દિવસમાં વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલ મનોરંજન શૉ બની ગયો છે. પ્રસાર ભારતીએ આ આનંદ તેના પ્રેક્ષકો સાથે શેર કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2020 07:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK