અક્ષય કુમારની આગામી ફિલ્મ મિશન મંગલનું ટીઝર થયું રિલીઝ

Updated: Jul 09, 2019, 13:37 IST | મુંબઈ ડેસ્ક

બોલીવુડની ત્રણ મોટી ફિલ્મો 15 ઑગસ્ટના એક સાથે રિલીઝ થવાની છે અને તેમાં જબરજસ્ત ટક્કર થવાની છે ત્યારે આજે મિશન મંગલનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

મિશન મંગલ
મિશન મંગલ

અક્ષયે હાલમાં જ મિશન મંગલનો ફર્સ્ટ લૂક શેર કર્યો અને 15 ઑગસ્ટે તેને રીલિઝ કરવાનું એલાન કર્યું. ફિલ્મને જગન શક્તિએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ભારતના મંગળ ગ્રહ પર પહેલું યાન મોકલવાની કહાની છે. અક્ષયની સાથે ફિલ્મમાં શર્મન જોશી અને વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી પણ છે.

અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મિશન મંગલનું ઑફિશિયલ ટીઝર રિલીઝ શેર કર્યું છે જે કુલ 45 સેકેન્ડ્સનું છે અને જેમાં સ્પેસ લૉન્ચ કરતી વખતની બાબતો દર્શાવવામાં આવી છે. મિશન મંગલ કેવી રીતે લૉન્ચ થયું તેની આછી ઝલક તેમજ તેનું પ્રૉજેક્શન વગેરે દર્શાવવામાં આવ્યું છે.

જુઓ ટીઝર..

આ ટીઝર રિલીઝ પહેલા પણ અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક નૉટ શેર કરી છે. જેનું શીર્ષક છે 'મિશન ઈન્સ્પાયર.' આ નોટમાં અક્ષયકુમારે લખ્યું છે કે,'હું હંમેશા એક એવી ફિલ્મનો ભાગ બનવા ઈચ્છતો હતો, જે આગામી પેઢીને પ્રેરણા આપે. જે તેમની કલ્પના અને જિજ્ઞાસાને વિક્સાવે. મિશન મંગળ મારા માટે આવી જ ફિલ્મ છે.' અક્ષય કુમારે આશા વ્યક્ત કરી છે કે આ ફિલ્મે જેટલી પ્રેરણા આપશે, તેટલું એન્ટરટેઈનમેન્ટ પણ આપશે. આ નોટમાં અક્ષકુમારે લખ્યું છે કે મિશન મંગળ એ મંગળ અભિયાનની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. જે સામાન્ય લોકોના અસામાન્ય લક્ષ્યને હાંસલ કરવાની વાત છે. આ ફિલ્મ સાબિત કરે છે કે વિચાર અને સપના આકાશની જેમ સીમા વિહોણાં હોય છે.

અક્ષયે આ નોટ અંગ્રેજી અને હિન્દીમાં શૅર કરી છે. તેની સાથે એક ટ્વિટમાં લખ્યું છે કે,'મિશન મંગળ એક એવી ફિલ્મ છે, જેની પાસેથી મને પ્રેરણા અને મનોરંજનની આશા છે. આ ફિલ્મ ખાસ કરીને મેં મારી પુત્રી અને તેની ઉંમરના બાળકો માટે સાઈન કરી છે, જેથી તેમને ભારતના મંગળ સુધી પહોંચવાના મિશનની અદભૂત વાત જાણવા મળી શકે.'

આ પણ વાંચો : 15 ઑગસ્ટે બોક્સ ઑફિસ પર ત્રણ મોટી ફિલ્મોની થશે ટક્કર

ઉલ્લેખનીય છે 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ફિલ્મ મિશન મંગળમાં અક્ષયકુમારની સાથે સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નૂ, નિત્યા મેનન, કીર્તુ કુલ્હારી અને શર્મન જોશી લીડ રોલમાં છે. આ ફિલ્મને જગનશક્તિએ ડિરેક્ટ કરી છે. રસપ્રદ વાત એ છે કે 15 ઓગસ્ટે મિશન મંગળની સાથે સાથે જૉન અબ્રાહમની ફિલ્મ પ્રભાસની સાહો રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK