Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સિંગલ કૉલમ ન્યુઝમાંથી જન્મી છે અ સિમ્પલ મર્ડર

સિંગલ કૉલમ ન્યુઝમાંથી જન્મી છે અ સિમ્પલ મર્ડર

24 November, 2020 07:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગલ કૉલમ ન્યુઝમાંથી જન્મી છે અ સિમ્પલ મર્ડર

અ સિમ્પલ મર્ડર

અ સિમ્પલ મર્ડર


સોનીના ડિજિટલ પ્લૅટફૉર્મ સોની લિવને અત્યારે લૉટરી લાગી છે. ‘ધી સ્કૅમ-1992 ધી હર્ષદ મહેતા સ્ટોરી’ની સક્સેસ પછી બે દિવસ પહેલાં આ પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ‘અ સિમ્પલ મર્ડર’ પણ જબરદસ્ત હિટ થઈ છે. ઍક્ચ્યુઅલી આ એક સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. સત્યઘટના પણ કંઈ બહુ જાણીતી નહોતી. એક સિંગલ પૅરાગ્રાફમાં છપાયેલા ન્યુઝ પરથી તૈયાર થયેલી આ ફિલ્મનું મુખ્ય કૅરૅક્ટર મનીષ છે. મિડલ ક્લાસ મનીષ માત્ર ને માત્ર ખર્ચના બે છેડા ભેગા કરવામાં રસ ધરાવે છે, પણ એક દિવસ તે ભૂલથી જ્યાં જવાનું છે એ ઘરનો દરવાજો ખખડાવાને બદલે બીજાનું ઘર ખખડાવી નાખે છે અને ખખડાવેલો એ દરવાજો તેને સાવ જુદી જ દુનિયામાં ખેંચી જાય છે.

‘અ સિમ્પલ મર્ડર’માં મોહમ્મદ ઝિશાન ઐયુબ, સુશાંત સિંહ, અમિત સિયાલ, પ્રિયા આનંદ, યશપાલ શર્મા, ગોપાલ દત્ત, ઐયાઝ ખાન જેવા ઍક્ટર છે. ફિલ્મમાં મર્ડરમિસ્ટરી હોવા છતાં એને કૉમેડી તરીકે ટ્રીટ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2020 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK