Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદની મમ્મીના નામે મોગામાં એક રસ્તાનું કરવામાં આવ્યું નામકરણ

સોનુ સૂદની મમ્મીના નામે મોગામાં એક રસ્તાનું કરવામાં આવ્યું નામકરણ

01 January, 2021 01:55 PM IST | Mumbai

સોનુ સૂદની મમ્મીના નામે મોગામાં એક રસ્તાનું કરવામાં આવ્યું નામકરણ

સોનુ સૂદ

સોનુ સૂદ


સોનુ સૂદે લૉકડાઉન દરમ્યાન જે માનવસેવા કરી છે એને જોતાં તેના હોમ ટાઉનમાં સ્થિત એક રોડને તેની મમ્મીનું નામ આપવામાં આવ્યું છે. એ રોડને પ્રોફેસર સરોજ સૂદ રોડ નામ આપવામાં આવ્યું છે. એ નામની તખ્તીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુ સુદે કૅપ્શન આપી હતી કે ‘આ વસ્તુનું સપનું તો હું મારી લાઇફમાં જોતો આવ્યો હતો. આજે મારા હોમ ટાઉન મોગામાં આવેલા એક રોડને પ્રોફેસર સરોજ સૂદ રોડ નામ આપવામાં આવ્યું છે. આ એ જ રસ્તો છે જેના પરથી તે આખી ચિંદગી પસાર થઈ હતી. તે ઘરેથી કૉલેજ અને ઘરે પાછી ફરતી હતી. આ મારી લાઇફનું ખૂબ જ અગત્યનું ચૅપ્ટર છે. મને પૂરી ખાતરી છે કે મારાં મમ્મી-ડૅડી સ્વર્ગમાં જ્યાં પણ હશે ત્યાંથી તેઓ જરૂર મલકાતાં હશે. કદાચ તેઓ આ જોવા માટે હયાત હોત. આના માટે હું મિસ્ટર હરજોત કમલ, મિસ્ટર સંદીપ હંસ અને મિસિસ અનીતા દર્શી મૅમનો આભાર માનું છું. હવે હું ગર્વથી કહી શકું છું કે પ્રોફેસર સરોજ સૂદ રોડ વિશ્વમાં મારી ફેવરિટ જગ્યામાંનો એક છે. મારી સફળતાનો માર્ગ.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 01:55 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK