એ આર રહેમાન પ્રતિકથી થયો પ્રભાવિત

Published: 21st December, 2011 09:34 IST

‘એક દીવાના થા’માં લીડ રોલ અપાવવામાં તેની ઍક્ટિંગથી ઘણા પ્રભાવિત થયેલા એ. આર. રહમાને ભજવ્યો મોટો રોલપ્રતીક ભલે બૉલીવુડમાં પોતાની કરીઅરને એક મોટી સફળતા અપાવવા મથી રહ્યો હોય અને ઘણી વખત તેની ઍક્ટિંગમાં સ્ક્રીન-પ્રેઝન્સના અભાવની આલોચના થતી હોય, પણ તેને એક એવી વ્યક્તિ પાસેથી જુસ્સો મળ્યો છે જેમણે સંગીતમાં માત્ર ભારત જ નહીં, પણ વિશ્વમાં પોતાનું નામ ટોચના કલાકારોમાં મેળવી લીધું છે. એ. આર. રહમાને પ્રતીકની ક્ષમતા જોઈ મિત્ર ગૌતમ મેનનની ‘રહના હૈં તેરે દિલ મૈં’ પછી બૉલીવુડની બીજી ફિલ્મ ‘એક દીવાના થા’માં તેને લીડ રોલ અપાવ્યો છે.

જ્યારે ગૌતમ મેનન તેમની જ એક તામિલ ફિલ્મની રીમેક બનાવવાનું વિચારી રહ્યા હતા ત્યારે ઘણા યુવા ઍક્ટર્સમાં પ્રતીકનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જોકે બીજી બાજુ નવા કલાકારો વિશે પણ વિચારવામાં આવી રહ્યું હતું અને જૅકી શ્રોફના દીકરા ટાઇગરને બૉલીવુડમાં લૉન્ચ કરવા માટેના પણ પ્રયાસો આ ફિલ્મમાં થઈ શકે એવી સંભાવના હતી. જોકે એ. આર. રહમાને તરત જ ગૌતમ મેનનને સમજાવ્યા હતા કે તેમણે કોઈ બીજા કલાકાર તરફ ધ્યાન ન દોરી પ્રતીકને જ રોલમાં લેવો જોઈએ.

‘આરક્ષણ’ બની અનારક્ષણનું કારણ

પ્રતીકને ૨૦૦૧માં નૅશનલ અવૉર્ડ જીતનારી ડિરેક્ટર જાનકી વિશ્વનાથન પોતાની બૉલીવુડની પહેલી ફિલ્મમાં લેવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને તેની સાથે રોલ વિશે વાતચીત પણ કરી હતી. જોકે પ્રતીકની આ વર્ષે રિલીઝ થયેલી ‘આરક્ષણ’માં તેનું કામ જોતાં જાનકીને થયું કે પ્રતીક આ રોલ માટે એટલી સારી પસંદગી નહીં ગણી શકાય. આ કારણે જ તેણે પ્રતીકના સ્થાને બીજા ઍક્ટરને લેવાનું પસંદ કર્યું હતું. ‘લવ સેક્સ ઔર ધોખા’માં પોતાના રોલથી ઘણો પ્રભાવિત કરનારો ઍક્ટર અંશુમન ઝા હવે ફિલ્મમાં જોવા મળશે. ‘બકરા’ નામથી બનાવવામાં આવનારી આ ફિલ્મ ગ્રામ્ય વિસ્તારના લોકોની સ્ટોરી હશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK