Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી પોલીસમાં જોડાવા માગતી છોકરીને સોનુ સૂદે આ રીતે મદદ કરી

દિલ્હી પોલીસમાં જોડાવા માગતી છોકરીને સોનુ સૂદે આ રીતે મદદ કરી

24 September, 2020 02:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હી પોલીસમાં જોડાવા માગતી છોકરીને સોનુ સૂદે આ રીતે મદદ કરી

સોનુ સૂદ

સોનુ સૂદ


બૉલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) સતત જરૂરીયાતમંદ લોકોને મદદ કરે છે. અનલૉક સમયગાળા દરમિયાન પણ, તેણે આરામ નથી કર્યો, પરંતુ તે સોશિયલ મીડિયા પર મદદ માંગનારા લોકોને પ્રતિસાદ આપે છે અને શક્ય હોય ત્યાં મદદ કરે છે. સોનુ સૂદે પોતાની ઉદારતાથી લોકોના દિલ જીતી લીધા છે. ચાહકો ઘણીવાર સોનુ સૂદને ટ્વિટ કરીને તેમની મદદ કરવા કહતા રહે છે અને સોનુ સૂદ તેમને હંમેશા જવાબ આપે છે. હવે ફરી એક છોકરીએ તેની મદદ માટે વિનંતી કરી છે. યુવતીનું કહેવું છે કે તે દિલ્હી પોલીસમાં દાખલ થવા માંગે છે, પરંતુ કોચિંગ માટે પૈસા નથી.




આ પણ વાંચોઃ સોનુ સૂદને કોઇએ કહ્યું કે ગર્લફ્રેન્ડ પાસે જવું છે, મસ્ત જવાબ આપ્યો અભિનેતાએ

યુવતીએ સોનુ સૂદને દિલ્હી પોલીસને કોચ કરવામાં મદદ માટે પૂછ્યું. સોનુ સૂદે પણ યુવતીના ટ્વીટનો જવાબ તરત આપ્યો હતો. યુવતીએ ટ્વિટ કરીને લખ્યું: "સોનુ સૂદ સર હું સોનીપતની છું. મેં દિલ્હી પોલીસ -૨૦ માટે ફોર્મ ભર્યું છે. પરીક્ષાની તૈયારી માટે મારો પરિવાર આર્થિક મદદ કરી શક્યો નથી. કૃપા કરીને મને મદદ કરો." યુવતીએ સોનુ સૂદને આ રીતે મદદ માટે વિનંતી કરી. આ અંગે સોનુ સૂદે પણ પ્રતિક્રિયા આપી હતી, જેના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.


આ પણ વાંચોઃ શ્રમિક મહિલાએ પોતાના બાળકનું નામ પાડ્યું સોનુ સૂદ શ્રીવાસ્તવ

સોનુ સૂદે લખ્યું: "તમારી કોચિંગની વ્યવસ્થા થઈ ગઈ. દિલ્હી પોલીસને સારી રીતે તાલીમ લો અને દેશની સેવા કરો. જય હિન્દ."

કોરોના વાયરસ  વચ્ચે સોનુ સૂદે ફરિશ્તાની માફક કામ કર્યું છે. શહેરોમાં ફસાયેલા દૈનિક મજુરી કામદારોને તેમના ઘરે સલામત રીતે પહોંચાડવા સુનુ સૂદે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી હતી. આ સાથે તેમણે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને માટે દેશ પરત આવવાનું વિમાન પણ બુક કરાવ્યું હતું. આટલું જ નહીં, કોરોના વોરિયર્સ માટે સોનુ સૂદે જુહુ સ્થિત તેની હૉટલ પણ ઉપયોગ માટે આપી હતી

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2020 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK