Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દ્વારકાનો યુવક છે અક્ષયનો 'જબરો ફેન', 900 કિમી ચાલીને આવ્યો મળવા

દ્વારકાનો યુવક છે અક્ષયનો 'જબરો ફેન', 900 કિમી ચાલીને આવ્યો મળવા

01 September, 2019 03:49 PM IST | મુંબઈ

દ્વારકાનો યુવક છે અક્ષયનો 'જબરો ફેન', 900 કિમી ચાલીને આવ્યો મળવા

દ્વારકાનો યુવક છે અક્ષયનો 'જબરો ફેન'

દ્વારકાનો યુવક છે અક્ષયનો 'જબરો ફેન'


સિતારાઓ માટે તેના ચાહકોની દિવાનગી તો આપણે જોતા જ હોઈએ છે. પરંતુ દ્વારકાનો આ ચાહક કાંઈક અલગ છે. પરબત નામનો આ યુવાન અક્ષય કુમારનો એટલો મોટો ફોન છે કે તે સતત 18 દિવસ ચાલીને મુંબઈ અક્ષયકુમારને મળવા માટે પહોંચ્યો છે. દ્વારકા અને મુંબઈ વચ્ચેનું અંતર 900 કિલોમીટર કરતા વધુ છે. ચાહકની આવી દીવાનગી જોઈ અક્ષયે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. અને આવું ન કરવા માટે અપીલ કરી છે.

દ્વારકાનો 20 વર્ષનો પરબત નામનો યુવાન અક્ષય કુમારનો એટલો મોટો ચાહક છે કે તેણે પોતાના નામની આગળ ખિલાડી લગાવી દીધું છે. અને તેને અક્ષયને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. અને એટલે જ તે દ્વારકાથી ચાલતો નીકળ્યો હતો. પરબત 16 ઑગસ્ટે દ્વારકા મંદિરે દર્શન કરીને મુંબઈ આવવા માટે નીકળ્યો હતો. રોજનું તે 50 થી 60 કિમી ચાલતો હતો. દ્વારકાથી વાયા ચોટીલા, બગોદરા, વડોદરા, સુરત, વાપી થઈને તે મુંબઈ પહોંચ્યો હતો.

અક્ષયે પોસ્ટ કર્યો મેસેજ
અક્ષયે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પરબત સાથેને ફોટો પોસ્ટ કર્યો છે. સાથે તેણે લખ્યું છે કે, 'આજે પરબતને મળ્યો, તે 900 કિમીથી વધુ ચાલીને દ્વારકા આવ્યો છે. તેની યોજના પ્રમાણે તે 18 દિવસ પછી આજે રવિવારે મુંબઈ આવ્યો છે. જો આપણા યુવાનો આટલી મહેતન તેમના લક્ષ્યની સિદ્ધ કરવા માટે કરે તો કોઈ રોકી નહીં શકે.'




સાથે અક્ષયે એવું પણ કહ્યું છે કે, 'તમને બધાને મળવું મને ગમે છે. અને તમે મને જે પ્રેમ આપો છો એના માટે હું તમારો આભારી છું. પરંતુ આવું ન કરો. તમારા સમય, સંસાધન અને ઊર્જાને તમારું જીવન સારું બનાવવામાં કામે લગાડો, જે મને વધુ ખુશ કરશે. પરબતને ખૂબ ખૂબ શુભકામનાઓ.'


આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

અક્ષયકુમારે પરબત સાથે મુલાકાત દસેક મિનિટ જેટલી મુલાકાત કરી હતી. સાથે તેમણે આપેલી ફિલ્મની સ્ક્રિપ્ટ પણ વાંચવાનું પણ વચન આપ્યું છે. સાથે તેણે અક્ષયકુમારે તેને જમાડીને પણ મોકલ્યો હતો. સાથે અક્ષયે તેને એમ પણ કહ્યું કે, હવે આવું ન કરીશ, હાઈવે પર ટ્રાફિક હોય તો અકસ્માત થઈ શકે છે. જો કે અક્ષયે તેની ફિટનેસના વખાણ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 03:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK