‘83’ની શૂટિંગ દરમિયાન આ એક્ટરને થઈ ઈજા, રણવીરે કર્યો ખુલાસો

Published: Jun 01, 2019, 15:44 IST

બૉલીવુડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘83’ રિલીઝથી પહેલા જ સતત ચર્ચામાં છે.

ફિલ્મ ‘83’ની પૂરી ટીમ
ફિલ્મ ‘83’ની પૂરી ટીમ

બૉલીવુડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘83’ રિલીઝથી પહેલા જ સતત ચર્ચામાં છે. હાલમાં જ ‘83’ની પૂરી ટીમ શૂટિંગ માટે લંડન રવાના થઈ છે. રણવીર સિંહ સહિત બધા એક્ટર્સ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. રણવીર સિંહ પણ પોતાની ફિલ્મ વિશે દરેક જગ્યાએ મન ખોલીને વાત કરતા નજર આવી રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં એમણે શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શૅર કર્યો જેમાં એમણે જણાવ્યું કે એમના એક પ્લેયરને ખોટી જગ્યાએ ઈજા થઈ ગઈ હતી. આ પ્લેયર બીજી કોઈ નહીં પરંતુ સેક્રેડ ગેમ્સના બન્ટી એટલે જતિન સરના હતા. જતિનને હંમેશાથી ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો. એવામાં જ્યારે એમને આ ફિલ્મ ઑફર થઈ તો એમણે શૂટિંગ દરમિયાન સતત કેટલાક કલાકો સુધી ક્રિકેટ રમ્યા.

રણવીરે જણાવ્યું કે એક વાર જતિન પૂરી ટીમની સાથે ધર્મશાળા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા. ત્યારે પ્રેક્ટિસ દરમિયાન એકવાર બૉલ એમને એવી જગ્યાએ લાગી ગયો હતો, પણ તેમણે એલ ગાર્ડ પહેર્યું હતું. એટલે એમને કોઈ સમસ્યા નહીં થઈ.

આ પણ વાંચો : Bharat Box Office Prediction: ફિલ્મથી છે આટલી અપેક્ષાઓ

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં નજર આવનારા છે જે કપિલ દેવનું પાત્ર ભજવશે. એ સિવાય તાહિર ભાસીન સુનીલ ગાવસ્કરનો પાત્ર ભજવી રહ્યા છે, હાર્ડી સાંઢૂ મદન લાલના રોલમાં દેખાશે, સાકીબ સલીમ મોહિન્દર અમરનાથનો રોલ ભજવી રહ્યા છે, સાહિલ ખટ્ટર સૈયદ કિરમાનીની ભૂમિકા ભજવી રહ્યા છે. એમી વિર્ક બલવિન્દર સાંઢૂની ભૂમિકામાં દેખાશે. તામિલ એક્ટર જીવા કૃષ શ્રીકાંતનું પાત્ર ભજવશે અને સેક્રેડ ગેમ્સના બન્ટી એટલે જતિન સરના આ ફિલ્મમાં યશપાલ શર્માની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK