Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા અને રણબીરની તસવીર જોઇને પતિ રણવીરે કરી આ કૉમેન્ટ

દીપિકા અને રણબીરની તસવીર જોઇને પતિ રણવીરે કરી આ કૉમેન્ટ

02 June, 2020 11:47 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દીપિકા અને રણબીરની તસવીર જોઇને પતિ રણવીરે કરી આ કૉમેન્ટ

દીપિકાએ શેર કરેલ ફિલ્મના ફર્સ્ટ લુકની તસવીરો

દીપિકાએ શેર કરેલ ફિલ્મના ફર્સ્ટ લુકની તસવીરો


દીપિકા પાદુકોણે તાજેતરમાં જ ‘યે જવાની હૈ દીવાની’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. ફિલ્મમાં તેનાં એક સમયનાં બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે તેની જોડી હતી. ત્યારે હજી તેઓ એકબીજા સાથે હતા. અયાન મુખરજીની આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને કલ્કિ કેક્લાં પણ જોવા મળ્યાં હતાં. ફિલ્મના ફર્સ્ટ લુકની ક્યૂટ તસવીરો જોઈને દીપિકાનો પતિ રણવીર સિંહ પણ પોતાની જાતને કૉમેન્ટ કરતા રોકી શક્યો નહોતો.

‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મ ૨૦૧૩ની ૩૧ મેએ રિલીઝ થઈ હતી. એની રિલીઝને સાત વર્ષ પૂરાં થતાં ફિલ્મનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘આ અમારી પહેલી લુક-ટેસ્ટ છે. યાદેં મીઠાઇ કે ડિબ્બે કી તરહ હોતી હૈ... એક બાર ખુલા તો સિર્ફ એક ટુકડા નહીં ખા પાઓગે - નૈના તલવાર.’ ફિલ્મના ફર્સ્ટ લુકમાં દીપિકાએ સાટિનની સાડી પહેરી છે અને રણબીર તેને ભેટી રહ્યો છે. તો બીજા ફોટોમાં દીપિકા અને રણબીર એક ટેબલ પર બેઠાં છે અને બાજુમાં ચાનો ગ્લાસ છે.




આ પોસ્ટ પર રણવીર સિંહે કમેન્ટ કરી હતી કે, 'ક્યૂટ'. રણવીરની આ કમેન્ટને 13,740 લોકોએ લાઈક કરી હતી અને 876 લોકોએ કમેન્ટ કરી હતી.


Comment by Ranveer

રણવીરે કરી આ કૉમેન્ટ

‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મ મિત્રતા અને પ્રેમની વાત કરતી બૉલીવુડની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું દિગ્દર્શન અયાન મુર્ખજીએ કર્યું છે. રણવીર અને દીપિકાએ ‘યે જવાની હૈ દીવાની’ સિવાય 'બચના એ હસીનો' અને 'તમાશા'માં પણ સાથે કામ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK