60ની વયની નીના ગુપ્તાએ આપ્યું ફ્રોકનું શૉક, વાયરલ થઈ તસવીર

Published: Dec 07, 2019, 19:55 IST | Mumbai Desk

નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેને જોઇને લોકો દંગ રહી ગયા. નીનાએ આ તસવીરમાં ફ્રૉક પહેર્યું છે.

નીના ગુપ્તાએ નવી તસવીર શૅર કરીને બધાંને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેને જોઇને લોકો દંગ રહી ગયા. નીનાએ આ તસવીરમાં ફ્રૉક પહેર્યું છે.

બધાઇ હો એક્ટ્રેસ નીના ગુપ્તાને પોતાના ઇન્ટેન્સ રોલ્સ માટે ઓળખવામાં આવતી હતી. પણ હવે નીના પોતાના ફની અંદાજથી પણ બધાંને આશ્ચર્યચકિત કરી રહી છે. જો તમને લાગે છે કે તેનો ફની અંદાજ ફક્ત તેની ફિલ્મો સુધી જ સીમિત છે તો જણાવીએ કે આવું જરાપણ નથી. નીના રિયલ લાઇફમાં પણ ખૂબ જ મસ્તી કરે છે અને તેનું આ રૂપ સોશિયલ મીડિયા પર ઘણીવાર જોવા મળી જાય છે.

હવે તેણે એક નવી પોસ્ટ કરીને બધાંને ચોંકાવી દીધા છે. નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેને જોઇને લોકોને ઝાટકો લાગ્યો છે. નીનાએ આ તસવીરમાં ફ્રૉક પહેર્યું છે. તસવીરના કૅપ્શનમાં તેણે લખ્યું, 'ફ્રૉક કા શૉક'.

 
 
 
View this post on Instagram

Frock ka shock. Picture taken by the gajraj sir

A post shared by Neena Gupta (@neena_gupta) onDec 6, 2019 at 5:47pm PST

આની સાથે જ નીનાએ એ પણ જણાવ્યું કે તેની આ તસવીર બધાઇ હોના એક્ટર ગજરાજ રાવે ક્લિક કરી છે. આ તસવીર જ્યાં લોકોને પસંદ આવી રહી છે ત્યાં તેનું કૅપ્શન પણ ઇન્ટરનેટ પર છવાયેલું છે.

 
 
 
View this post on Instagram

Jahan main jaati hoon wahi chale aate ho @gajrajrao #london Photo courtesy @rajcheerfull

A post shared by Neena Gupta (@neena_gupta) onJul 17, 2019 at 8:55am PDT

આ પહેલી વાર નથી, પહેલા પણ નીના ગુપ્તા ફની કૅપ્શન સાથે કેટલીય તસવીરો શૅર કરી ચૂકી છે. એટલું જ નહીં નીના સમયે સમયે ગજરાજ રાવની ખિંચાઇ પણ કરતી રહે છે. થોડોર સમય પહેલા બન્ને લંડનમાં હતા અને નીનાએ ગજરાજ સાથે તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, "જ્યાં હું જાઉં છું ત્યાં આવી જાઓ છો."

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

જણાવીએ કે નીના ગુપ્તા અને ગજરાજ રાવને સાથે ફિલ્મ બધાઇ હોમાં જોવામાં આવ્યા હતા. બન્નેના કામની ખૂબ જ પસંદગી કરવામાં આવી હતી. હાલ નીના ગુપ્તા ફિલ્મ સૂર્યવંશી, પંગા અને શુભ મંગલ જ્યાદા સાવધાનમાં કામ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK