ઍડના શૂટ માટે અજુર્ન રામપાલે વધારી દાઢી

Published: 28th September, 2012 06:00 IST

અજુર્ન રામપાલે તાજેતરમાં મેકઓવર કર્યું છે. તે વધેલી દાઢીમાં જોવા મળેલો. છેલ્લા થોડા સમયમાં તેણે આટલી દાઢી ક્યારેય નથી વધારી.


એટલે અત્યારે તેની આગામી ફિલ્મનો લુક વધેલી દાઢીવાળો હોવાની વાતો ચર્ચાય છે, પણ હકીકતમાં તેણે એક ઍડના શૂટિંગ માટે આ લુક અપનાવ્યો છે. કોઈ મેક-અપ કે કૉસ્મેટિક ટેક્નિક અપનાવવાને બદલે અજુર્ને કમર્શિયલ ફિલ્મને પણ રિયલ લુક મળે એ માટે દાઢી વધારી છે. એવું જાણવા મળ્યું છે કે અજુર્ન ગયા અઠવાડિયે એક બ્રૅન્ડની ઍડના શૂટિંગ માટે ઇસ્તનબુલમાં હતો. તેણે બૉલીવુડના સ્ટાર્સ કરતાં એકદમ જુદા જ દેખાવાનું હતું એટલે તેણે ખાસ એ શૂટ માટે જ દાઢી વધારી હતી. સામાન્ય રીતે સ્ટાર્સ ઍડ-કૅમ્પેન ખૂબ ગ્લૅમરસ રીતે શૂટ કરે છે, પણ અજુર્ને એને રિયલ જ રાખવાનું પસંદ કર્યું હતું. એનું શૂટિંગ ઍડ-ફિલ્મ નહીં પણ શૉર્ટ ફિલ્મની જેમ જ થયું હતું.

વન પ્લસ વન

અજુર્ન રામપાલ ઘણો લકી છે. એવું જાણવા મળ્યું છે કે ઇસ્તનબુલમાં એક ઍડનું શૂટિંગ કરતી વખતે તેને બીજી એક બ્રૅન્ડના એન્ડોર્સમેન્ટની ઑફર પણ મળી હતી. પુરુષોની એક પર્સનલ હેલ્થકૅર બ્રૅન્ડ તુર્કીની રાજધાનીમાં મોજૂદ હતી અને એણે અજુર્નને તેની ઍડ માટે તૈયારી કરતા જોયો હતો. જોકે હજી અજુર્ને એ બ્રૅન્ડ સાથે કોઈ કરાર સાઇન નથી કર્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK