47 ધનસુખ ભવનઃ મળો ઉદ્ધત, ગુસ્સાવાળા અને મસ્તમૌલા શ્યામને

Published: Jul 05, 2019, 15:42 IST | અમદાવાદ

47 ધનસુખ ભવન, હાલ આ ગુજરાતી ફિલ્મની ચર્ચા ઠેર ઠેર ચાલી રહી છે. ફિલ્મ જોવાના શોખીનો ફક્ત આ જ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે. 47, ધનસુખ ભવનનો વધુ એક પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે.

47 ધનસુખ ભવન, હાલ આ ગુજરાતી ફિલ્મની ચર્ચા ઠેર ઠેર ચાલી રહી છે. ફિલ્મ જોવાના શોખીનો ફક્ત આ જ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે. 47, ધનસુખ ભવનનો વધુ એક પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે. આ વખતે મેકર્સ પ્રોમોમાં ફિલ્મના લીડ કેરેક્ટર્સને ઈન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. શુક્રવારે રિલીઝ થયા વધુ એક પ્રોમોમાં શ્યામના પાત્રને ઈન્ટ્રોડ્યુસ કરાયું છે. ફિલ્મમાં શ્યામ નાયર જ શ્યામનું પાત્ર ભજવી રહ્યા છે.

આ પ્રોમોમાં શ્યામને ઘમંડી, ગુસ્સાવાળા અને મસ્તમૌલા બતાવાયા છે. નાનકડા પ્રોમોમાં શ્યામ વારેવારે ગુસ્સે થઈ જાય છે, તેને કોઈ વાતથી ફરક નથી પડતો. અને તે જવાબ આપવામાં થોડો તોછડો કહી શકાય તેવો છે. પ્રોમોમાં શ્યામનો અન્ય બે પાત્રો સાથેનું વર્તન દર્શાવવામાં આવ્યું છે.

જો કે આટલા પ્રોમો પછીય હજી એ નક્કી નથી થઈ શક્યું કે ફિલ્મના ત્રણેય લીડ પાત્રો સાથે ભણતા મિત્રો છે, ભાઈઓ છે કે આડોશ પાડોશમાં મોટા થયેલા મિત્રો છે. પરિણામે ફિલ્મ અંગેનું સસ્પેન્સ વધુ ઘેરાઈ રહ્યું છે.

આ ફિલ્મની સ્ટોરી નૈતિક રાવલે લખી છે અને ફિલ્મને ડિરેક્ટ પણ તેમણે જ કરી છે. તો ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર દેખાઈ રહ્યા છે. ફિલ્મના ટીઝરમાં કોઈ પણ ડાઈલોગ નથી. માત્ર ટીઝરના અંતમાં એટલું જ સંભળાય છે કે કે ઉપર કોઈ છે. ગ્રે શેડમાં રિલીઝ થયેલું ફિલ્મનું ટીઝર ચોક્કસ એકવાર તો રુંવાડા ઉભા કરી જ દેશે.

આ પણ વાંચોઃ અભિનય બેન્કરઃએક્ટર, ડિરેક્ટર, લેખક અને RJ છે પણ છે આ એક્ટિંગ ગુરુ

ફિલ્મ અનોખી રીતે થઈ છે શૂટ

47 ધનસુખ ભવન પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. એટલે કે તે એક જ સિંગલ કેમેરાથી સિંગ ટેકમાં શૂટ કરવામાં આવી છે. ગુજરાતમાં નૈતિક રાવલ પહેલી વાર આ કોન્સેપ્ટ લાવ્યા છે. ફિલ્મમાં શરૂઆતથી લઈને અંત સુધી તમને કટ નહીં જોવા મળે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK