Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 47 ધનસુખ ભવનના ટ્રેલર પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આવો છે રિસ્પોન્સ

47 ધનસુખ ભવનના ટ્રેલર પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આવો છે રિસ્પોન્સ

30 June, 2019 05:13 PM IST | અમદાવાદ

47 ધનસુખ ભવનના ટ્રેલર પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આવો છે રિસ્પોન્સ

47 ધનસુખ ભવનના ટ્રેલર પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આવો છે રિસ્પોન્સ


અપકમિંગ ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવન આગામી મહિને રિલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મને લઈ દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ સતત ચર્ચામાં છે. ફિલ્મના ટીઝરે એટલી એક્સાઈટમેન્ટ જન્માવી હતી. આ જ પબ્લિક ડિમાન્ડને કારણે ફિલ્મનું ટ્રેલર પણ એક દિવસ વહેલું રિલીઝ કરવામાં આવ્યું. ત્યારે ફક્ત દર્શકો જ નહીં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ આ ફિલ્મને લઈ એક્સાઈટેડ દેખાઈ રહ્યા છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પણ ટ્રેલર જોયા બાદ ફિલ્મની ટીમ અને ડિરેક્ટર નૈતિક રાવલને શુભેચ્છા પાઠવી છે. નીચે વાંચો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો શું કહી રહ્યા છે.



નૈતિક રાવલ, આ ખૂબ જ જોરદાર છે. તારા પર ગર્વ છે.
                                                       - સુરજ કુરાડે, સિનેમેટોગ્રાફર


ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કંઈક જુદુ લઈને આવ્યા છે નૈતિક રાવલ. તને અને તારી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
                                                                                        - ફૈઝલ હાશ્મી, ડિરેક્ટર (વિટામીન શી, શોર્ટ સર્કિટ)

47 ધનસુખ ભવન, ખૂબ જ પ્રોમિસિંગ ટ્રેલર. ટ્રેલરની લૂક એન્ડ ફીલ ઈમ્પ્રેસિવ છે, પેકેજિંગ પણ સરસ છે. ગુજરાતી ભાષામાં આ રૅર અને ઈન્ડિપેન્ડેન્ટ સિનેમા છે. બ્રાવો નૈતિક રાવલ એન્ડ ટીમ
                                           - વિજયગિરી બાવા, ડિરેક્ટર (પ્રેમજી - રાઈઝ ઓફ અ વૉરિયર, મોન્ટુની બિટ્ટુ)


પહેલી વન શોટ ગુજરાતી ફિલ્મ, આ ખૂબ જ એક્સાઈટિંગ છે. સાઉન્ડ ડિઝાઈન અમેઝિંગ છે. બેસ્ટ ઓફ લક નૈતિક રાવલ એન્ડ ટીમ
      - હ્રુતુલ પટેલ, ડિરેક્ટર (બહુ ના વિચાર)

નૈતિક રાવલ, ફક્ત તમે જ આ ફિલ્મ બનાવી શકો છો. ગૌરવ પાસવાલા અને શ્યામ નાયર ઓલ ધી બેસ્ટ
                                                                                                     - રવિ રાજ્યગુરુ, RJ

આગામી ફિલ્મ માટે ખૂબ ખૂબ શુભેચ્છા નૈતિક રાવલ, ટ્રેલર ખૂબ જ સરસ છે.
                                                                     - વૈશલ શાહ, પ્રોડ્યુસર (છેલ્લો દિવસ, શું થયું)

 

આના માટે ફક્ત એક જ શબ્દ. SMASHING! ફેન્ટાસ્ટિક ટ્રેલર
                                                - રૌનક કામદાર, એક્ટર (હુ તુ તુ તુ)

આ પણ વાંચોઃ 47 ધનસુખ ભવનઃએક મહિના પછી ખુલશે દરવાજા, દર્શકો માટે છે સરપ્રાઈઝ

26 જુલાઈએ થશે રિલીઝ

ગેલોપ્સ ટોકિઝે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે. 47 ધનસુખ ભવનના રાઈટર ડિરેક્ટર નૈતિક રાવલ આ પહેલા પણ બે ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. 2011માં આવેલી ચાર અને 2016માં તેમણે જે પણ કહીશ એ સાચું જ કહીશ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેઓ કેટલીક હિન્દી સિરીયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો એક્ટર ગૌરવ પાસવાલા છેલ્લે 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નામની કોર્ટરૂમ ડ્રામા ગુજરાતી ફિલ્મમાં દેખાયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 05:13 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK