Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આખરે 29 વર્ષ પછી આજે કેમ આ વાતનો ખુલાસો કર્યો 'ધક-ધક' ગર્લ માધુરીએ

આખરે 29 વર્ષ પછી આજે કેમ આ વાતનો ખુલાસો કર્યો 'ધક-ધક' ગર્લ માધુરીએ

30 August, 2020 04:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આખરે 29 વર્ષ પછી આજે કેમ આ વાતનો ખુલાસો કર્યો 'ધક-ધક' ગર્લ માધુરીએ

સાજન ફિલ્મથી માધુરી, સંજય દત્ત અને સલમાન ખાન

સાજન ફિલ્મથી માધુરી, સંજય દત્ત અને સલમાન ખાન


દેશના કરોડો લોકોના દિલો પર રાજ કરનારી બોલિવૂડ સ્ટાર માધુરી દીક્ષિત માત્ર એક સ્મિતથી લોકોને દિવાના બનાવી દેતી હતી. માધુરી દીક્ષિતે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું અને આજે પણ તે પોતાના અભિનયથી લોકોના દિલને ધબકારા વધારી દે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મ 'સાજન'નો એક ફોટો શૅર કર્યો હતો અને 29 વર્ષ પહેલા શા માટે તેણે ફિલ્મ સાઇન કરી તે અંગે ખુલાસો કર્યો હતો.




ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ફોટો શૅર કરતા લખ્યું છે કે, 'સાજનને 29 વર્ષ પૂર્ણ થઈ ગયા... આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મેં તરત જ આ ફિલ્મ કરવાનું મન બનાવી લીધું હતું. આ ફિલ્મની વાર્તા રોમેન્ટિક હતી. ડાયલૉગ્સ ખૂબ જ કાવ્યાત્મક હતા અને ફિલ્મનું સંગીત શાનદાર હતું.' આ સાથે માધુરી દીક્ષિતે આ ફિલ્મનો એક સીન પણ શૅર કર્યો છે જેમાં તે સંજય દત્ત અને સલમાન ખાન સાથે નજર આવી રહી છે.

માધુરી દીક્ષિત, સંજય દત્ત અને સલમાન ખાન અભિનીત આ ફિલ્મ તે સમયની ઑલ-ટાઈમ બ્લૉકબસ્ટર રહી હતી. આ ફિલ્મના ગીતો એટલા જબરદસ્ત હતી કે જે આજ સુધી લોકોના મોં પર રહે છે. ફિલ્મમાં માધુરી દિક્ષિતની સ્માઈલે લાખો લોકોનું દિલ જીતી લીધું હતું. સાથે જ એમની એક્ટિંગ અને ડાન્સ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ વર્ષ 1991 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન લૉરેન્સ ડિસુઝાએ ડિરેક્ટર કર્યું હતું. બાદમાં લૉરેન્સ ડિસુઝા અને માધુરી દીક્ષિતે ફિલ્મ આરઝૂમાં પણ કામ કર્યું હતું જેમાં માધુરી દીક્ષિત સાથે લીડ સ્ટાર અક્ષય કુમાર હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2020 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK