2020 પનોતીનું વર્ષ છે: રિચા ચઢ્ઢા, લગ્નને આપ્યો 'ગૅન્ગ્સ ઑફ વાસેપુર'નો ટ્વીસ્ટ

Published: 23rd June, 2020 16:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એપ્રિલ મહિનામાં રિચા ચઢ્ઢા બૉયફ્રેન્ડ અલી ફઝલ સાથે લગ્ન કરવાની હતી, કોરોના વાયરસને કારણે લગ્ન સ્થગિત

અભિનેત્રી રીચા ચઢ્ઢા
અભિનેત્રી રીચા ચઢ્ઢા

અભિનેત્રી રિચા ચઢ્ઢાનું માનવું છે કે 2020નમું વર્ષ પનોતી છે. અભિનેત્રી બૉયફ્રેન્ડ અલી ફઝલ સાથે એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં જોડાવવાની હતી. પરંતુ કોરોના વાયરસ (COVID-19)ને કારણે લગ્ન સ્થગિત કરવામાં આવતા રીચા કંટાળી ગઈ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ફિલ્મ 'ગૅન્ગ્સ ઑફ વાસેપુર'ના આઠ વર્ષ પુરા થયા તેના સેલિબ્રેશનને પોતાના સ્થગિત થયેલા લગ્નની સ્થિતિ સાથે સરખાવી છે. આ બાબતને સરખાવતું એક મીમ સોશ્યલ મીડિયા પર શેર કર્યું છે, જે બહુ વાયરલ થયું છે.

સોશ્યલ મીડિયા પર રીચા ચઢ્ઢાએ શૅર કરેલા મીમમાં અભિનેત્રી દુલ્હનના ડ્રેસઅપમાં છે. તસવીર પર લખ્યું છે, કોવિડ લગ્નમાં ખાલી 50 મહેમાનોને જ પરવાનગી છે. આ બાબતના રિએક્શન માટે રીચાએ 'ગૅન્ગ્સ ઑફ વાસેપુર'ના એક સીનનો ઉપયોગ કર્યો છે. જેમાં દુલ્હન બનેલી રીચાને પુછવામાં આવે છે કે, નિકાહ કબુલ છે ત્યારે રીચા કોઈ જવાબ આપતી નથી અને ફક્ત આંખો પટપટાવીને જવાબ આપે છે.

મીમ શૅર કરવાની સાથે રીચાએ કૅપ્શનમાં લખ્યું છે કે, #8YearsOfGangsOfWasseypur. 2020માં મારા લગ્ન સ્થગિત થઈ ગયા. કારણકે આ વર્ષ એક પનોતી છે. તમારી માટે ફિલ્મ ગૅન્ગ્સ ઑફ વાસેપુરમાંથી નગમા સ્વેગ, આને માણો.

ફિલ્મ 'ગૅન્ગ્સ ઑફ વાસેપુર'માં રીચાએ નગમ ખાતૂનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. ફિલ્મમાં મનોજ બાજપેયી, રીચા ચઢ્ઢા, નવાઝુદ્દીન સિદ્દીકી અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK