2019 Balakot Airstrike: પાક. પર ભારતીય એરસ્ટ્રાઇક ભણસાલી લાવશે પડદા પર
વર્ષ 2019માં ઉરી - સર્જીકલ સ્ટ્રાઇકએ દર્શકોને ખૂબ જ પ્રભાવિત કરી છે. આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મ આ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાં સામેલ છે. હવે બાલાકોટની ઍરસ્ટ્રાઇકની સ્ટોરીને પડદા પર લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલી સહનિર્માતાની ભૂમિકામાં હશે, જ્યારે ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂર દ્વારા કરવામાં આવ્યું છે.
ભણસાલી પ્રૉડક્શનના ટ્વિટર હેન્ડલ પરથી એક ખબર આપવામાં આવી છે. ટ્વીટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ફિલ્મનું શીર્ષક 2019 બાલાકોટ ઍરસ્ટ્રાઇક છે. ફિલ્મના નિર્માતાઓમાં ભણસાલી સિવાય ભૂષણ કુમાર, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂરના નામ છે. કહેવામાં આવ્યું છે કે એક એવી સ્ટોરી, જે દેશના સુપુત્રો અને તેમની અમિટ છાપને સલામ કરે છે. ફિલ્મ ભારતીય વાયુ સેનાની ઉપલબ્ધિઓને પડદા પર બતાવશે.
ADVERTISEMENT
2019માં થયેલી બાલાકોટ ઍરસ્ટ્રાઇક 26 ફેબ્રુઆરીની સવારે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં કરવામાં આવી હતી. ભારતીય વાયુ સેનાના વિમાનોએ પાકિસ્તાનના પખ્તૂનખ્વાના ખૈબર વિસ્તારમાં સ્થિત બાલાકોટ પર સ્ટ્રાઇક કરીને આતંકવાદી વિસ્તારોને નેસતનાબૂદ કર્યા હતા, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. ફિલ્મના કલાકારો અને રિલીઝ ડેટ વિશે હજી કોઇ માહિતી આપવામાં આવી નથી.
A story that celebrates the accomplishments of The Indian Air Force??#2019BalakotStrike @PMOIndia @DefenceMinIndia @IAF_MCC #SanjayLeelaBhansali @itsBhushanKumar @AbhisheKapoor #MahaveerJain, @PragyaKapoor_ @Tseries @gitspictures @SundialEnt @prerna982 pic.twitter.com/A5Oh8xpMyB
— BhansaliProductions (@bhansali_produc) December 13, 2019
આ વર્ષે આવેલી ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇકે બોલીવુડને એક નવા પ્રકારનું જૉનર આપ્યું છે. સમસામયિક ઘટનાઓ પર ફિલ્મોના નિર્માણમાં ઝડપ આવી છે. ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇકે બૉક્સ ઑફિસ પર સફળતાનો નવો ઇતિહાસ રચ્યો હતો. ફિલ્મે તમામ આશાઓને પાછળ છોડતાં 240 કરોડથી વધારે જમા કર્યા હતાં અને 2019ની અત્યાર સુધીની ત્રીજી સૌથી વધારે નેટ કલેક્શન કરનારી ફિલ્મ છે.
આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો
ફિલ્મમાં વિકી કૌશલે લીડ રોલ ભજવ્યું હતું, જ્યારે પરેશ રાવલે પણ એક મુખ્ય ભૂમિકા ભજવતાં દેખાયા હતા. યામી ગૌતમે પણ ફિલ્મમાં અંડરકવર ઇંટેલીજેન્સ એજન્ટનું પાત્ર ભજવ્યું હતું.