શાહરુખને સલામી આપવા બ્રૅડ પિટની ફિલ્મનું હિન્દી નામ ફૌજી

Published: 10th October, 2014 05:45 IST

બ્રૅડ પિટની ફિલ્મ ‘ફ્યુરી’ની ભારતમાં રિલીઝ બે અઠવાડિયાં પાછળ ધકેલવામાં આવી છે એની પાછળનું કારણ એ છે કે શાહરુખ ખાનની ફિલ્મ ‘હૅપી ન્યુ યર’ સાથે એ ક્લૅશ ન થાય. ‘ફ્યુરી’ને હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે જેનું નામ શાહરુખ ખાનના ૧૯૮૮ના ટીવી-શો પરથી ‘ફૌજી’ રાખવામાં આવશે.
‘ફ્યુરી’માં હૉલીવુડ-સ્ટાર બ્રૅડ પિટ લશ્કરના એક સાર્જન્ટની ભૂમિકા ભજવે છે.

‘ફ્યુરી’ની હિન્દીમાં ડબ થયેલી આવૃત્તિને ‘ફૌજી’ નામ આપીને શાહરુખને આદર આપવામાં આવશે, કારણ કે આ જ નામના ટીવી-શોમાં શાહરુખે આર્મી-ઑફિસરનો રોલ ભજવ્યો હતો.

ભ્સ્ય્ પિક્ચર્સના ચીફ ઑપરેટિંગ ઑફિસર દીપક શર્માએ જણાવ્યું હતું કે ‘આ બન્ને ફિલ્મોને સાંકળવાથી અમને અદ્ભુત સફળતા મળશે. યુદ્ધ પર બનેલી ફિલ્મો ભારતમાં સફળ થાય છે, કારણ કે ભારતને યુદ્ધનો અનુભવ છે. ‘ફૌજી’ તરીકે બ્રૅડ પિટ આગવો તરી આવે છે. એથી ડબ થયેલી ભારતીય આવૃત્તિનું નામ અમે ‘ફૌજી’ આપ્યું છે.’

શાહરુખ ખાનની જેમ જ બ્રૅડ પિટે તેની કરીઅરની શરૂઆત ટીવીથી કરી હતી અને બન્ને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે.

‘ફ્યુરી’ ભારતનાં થિયેટરોમાં ૩૧ ઑક્ટોબરે રિલીઝ થશે. આ તારીખ એની ૧૭ ઑક્ટોબરે થતી આંતરરાષ્ટ્રીય રિલીઝના બે અઠવાડિયાં બાદની છે. આ નિર્ણય દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તેમ જ શાહરુખ ખાનની ‘હૅપી ન્યુ યર’ની રિલીઝને લીધે લેવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK