અમિતાભ બચ્ચન અને અનુરાગ કશ્યપ મતભેદ ભૂલીને સાથે કામ કરશે

Published: 5th October, 2012 05:14 IST

કહેવાય છે કે બૉલીવુડમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન કે દોસ્ત નથી હોતું. એવું જ કંઈક અમિતાભ બચ્ચન અને ડિરેક્ટર અનુરાગ કશ્યપ વચ્ચે હાલમાં છે.હજી થોડા સમય પહેલાં બન્નેનો એકબીજા માટેનો અભિપ્રાય બહુ સારો નહોતો. એવું જાણવા મળ્યું છે કે અમિતાભ અને અનુરાગ તેમની આગામી ફિલ્મમાં સાથે કામ કરવાના છે અને બન્ને એકબીજાની હાજરીમાં ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે.

બુધવારે સાંજે અનુરાગે કો-પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘ચિત્તાગૉન્ગ’ના સ્ક્રીનિંગમાં અમિતાભ જયાની સાથે આવ્યા હતા. એ ઇવેન્ટમાં બન્ને એકમેક સાથે ખૂબ કમ્ફર્ટેબલ હતા. હકીકતમાં ‘ચિત્તાગૉન્ગ’ નામની આ ફિલ્મ ઘણા સમયથી બનેલી પડી છે. થોડા વખત પહેલાં આશુતોષ ગોવારીકરે અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણને લઈને બનાવેલી ‘ખેલેં હમ જી જાન સે’ની સ્ટોરીલાઇન ‘ચિત્તગૉન્ગ’ને મળતી આવે છે. આ સંદર્ભમાં એ સમયે અનુરાગ કશ્યપે એવો આક્ષેપ કર્યો હતો કે દીકરાની ફિલ્મ ખાતર અમિતાભ બચ્ચન ‘ચિત્તાગૉન્ગ’ને રિલીઝ થતી અટકાવવાની કોશિશ કરી રહ્યા છે. જોકે હવે સમયની સાથે અનુરાગની વાતો પણ જાણે હવા થઈ ગઈ હોય એવું લાગે છે. તાજેતરમાં એક અવૉર્ડ-ફંક્શનમાં અનુરાગ કશ્યપને અમિતાભના હસ્તે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ માટે અવૉર્ડ મળ્યો હતો. જાણકારોનું કહેવું છે કે આ એક યોગાનુયોગ નહોતો. અનુરાગની આગામી ફિલ્મમાં અમિતાભ કામ કરવાના છે એ વાત લગભગ પાકી થઈ ગઈ છે.

થોડા વખત પહેલાં બિગ બીએ અનુરાગને તેની ફિલ્મમાં લેવા માટે કહ્યું હતું. અનુરાગે તેમને માટે એક નેગેટિવ પાત્ર તૈયાર કર્યું હતું, પણ બચ્ચન એનાથી બહુ ખુશ નહોતા. થોડા વખત પહેલાં અમિતાભે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ને વખાણી હતી. લાગે છે કે બન્ને વચ્ચે દોસ્તીની નવી શરૂઆત થઈ રહી છે. 

વાંચો વધુ અહેવાલો


મારે અમિતાભ બચ્ચન જેવો પતિ જોઈએ છે

અમદાવાદીઓ અમિતાભ બચ્ચન પાછળ ઘેલા બન્યા ...

અમિતાભ બચ્ચનની ફીરકી પકડનારી આ છોકરીની તો ...

અમિતાભ બચ્ચન લંડન ઓલિમ્પિક્સ મસાલ લઈ દોડ્યા ...

અમિતાભ બચ્ચને કર્યો આમિર ખાનના શો પર કટાક્ષ ...

અનુરાગ ક્યારેય ફોન ન ઉપાડતો હોવાને કારણે ...

શાહરુખ-અનુરાગ વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

અનુરાગ કશ્યપે પોતાની ફિલ્મમાં સલમાન ખાનની ...
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK