પ્રિયંકાથી ડરી ગઈ કૅટ, ચિત્રાંગદા ને જૅકલિન

Published: 4th November, 2011 18:32 IST

‘ક્રિશ’ની સીક્વલમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપડાની જોડી કામ કરી રહી છે. આ ફિલ્મની હિરોઇન પ્રિયંકા હોવાને કારણે પ્રોડ્યુસર-ડિરેક્ટર રાકેશ રોશન માટે સેકન્ડ લીડની શોધ અઘરી થઈ ગઈ હતી.

 

ફિલ્મમાં પ્રિયંકાની હાજરીને કારણે કૅટરિના કૈફ, ચિત્રાંગદા સિંહ અને જૅકલિન ફર્નાન્ડિસે કામ કરવાની ના પાડ્યા પછી આખરે હવે કંગના રનૌત આ રોલ કરવા માટે તૈયાર થઈ છે. ભૂતકાળમાં ‘દિલ તો પાગલ હૈ’ બનાવતી વખતે યશ ચોપડાને અને ‘જુદાઈ’ બનાવતી વખતે બોની કપૂરને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક હિરોઇન કહે છે, ‘પ્રિયંકા ચોપડા આ સિરીઝની કાયમી હિરોઇન છે અને તેના રોશનપરિવાર સાથે પણ ગાઢ સંબંધો છે. આના કારણે બીજી હિરોઇનો અસલામતી અનુભવતી હતી. તેમને લાગતું હતું કે ‘અગ્નિપથ’ પછી આ ફિલ્મના પ્રચારમાં હૃતિક અને પ્રિયંકા પર જ વધારે ધ્યાન આપવામાં આવશે અને તેમને બાજુ પર હડસેલી દેવામાં આવશે. આ કારણે જ્યારે કૅટરિનાને આ ફિલ્મની ઑફર કરવામાં આવી ત્યારે તેણે તો પહેલાં જ ના પાડી દીધી હતી જ્યારે ચિત્રાંગદા અને જૅકલિને હા પાડીને પછી ના પાડી દીધી હતી. વળી આ ફિલ્મ માટે સેકન્ડ લીડમાં કામ કરતી હિરોઇને આકરી ફિઝિકલ ટ્રેઇનિંગ લઈને ૧૨૦ દિવસ ફાળવવા પડે એમ હતા. આ મુદ્દો પણ બીજી હિરોઇનોને ખૂંચતો હતો.’

આ બધાં નેગેટિવ પાસાંઓ હોવા છતાં કંગનાએ ‘ક્રિશ’ની સીક્વલમાં નેગેટિવ રોલ કરવાની તૈયારી બતાવી છે. કંગનાને તો આ પહેલાં પણ ‘કાઇટ્સ’માં રોશનપરિવાર સાથે કડવો અનુભવ થઈ  ચૂક્યો છે. ‘કાઇટ્સ’માં કંગનાનો રોલ કપાઈ ગયો હોવા છતાં તેણે ‘ક્રિશ’ની સીક્વલમાં કામ કરવાની તૈયારી બતાવી છે એ બદલ તેની હિંમતને દાદ દેવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK