સલમાન ખાન આજે બાંદરા કોર્ટમાં હાજરી આપશે

Published: 27th December, 2012 03:52 IST

સલમાન ખાન આજે બાંદરામાં ૨૦૦૨માં પોતાની લૅન્ડક્રુઝર કાર વડે એક જણનું મૃત્યુ અને ચાર જણને ઘાયલ કરવાના હિટ ઍન્ડ રન કેસમાં ધીમી કાર્યવાહી થવા બદલ ઍડ્વોકેટ આભા સિંહે નોંધાવેલી એક પિટિશનની સુનાવણી માટે બાંદરા કોર્ટમાં હાજરી આપે એવી શક્યતા છે.

તેના વકીલ દીપેશ મહેતાએ કહ્યું હતું કે અમને આ બાબતે સમન્સ મળ્યાં છે અને હું એ સુનાવણીમાં હાજર રહીશ. જોકે પાછળથી એવું જાણવા મળ્યું છે કે સલમાન ખાન આ સુનાવણીમાં હાજર રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK