હૃતિકે બૉલીવુડમાં પૂરા કર્યાં વીસ વર્ષ

Published: Jan 15, 2020, 13:27 IST | Mumbai

હૃતિક રોશને ગઈ કાલે બૉલીવુડમાં ૨૦ વર્ષ પૂરા કર્યાં હતાં. આ બે દાયકામાં તેનું સ્ટારડમ ખૂબ જ ઊંચાઈ પર જોવા મળ્યું છે

હૃતિક રોશન
હૃતિક રોશન

હૃતિક રોશને ગઈ કાલે બૉલીવુડમાં ૨૦ વર્ષ પૂરા કર્યાં હતાં. આ બે દાયકામાં તેનું સ્ટારડમ ખૂબ જ ઊંચાઈ પર જોવા મળ્યું છે અને તેણે એક-એકથી ચડિયાતા પર્ફોર્મન્સ પણ આપ્યાં છે. ૨૦૦૦ની ૧૪ જાન્યુઆરીએ તેની પહેલી ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મની સાથે હૃતિકે ‘કોઈ મિલ ગયા...’માં ચૅલેન્જિગ બાળકનું પાત્ર ભજવ્યું હતું અને ત્યાર બાદ ‘ક્રિશ’ દ્વારા તે બૉલીવુડનો પહેલો સુપરહીરો બન્યો હતો. ‘જોધા અકબર’માં તેણે અકબરની ભુમિકા ભજવી છે તો ‘ગુઝારીશ’માં તેણે પેરાલિસીસ થયેલી વ્યક્તિનું પાત્ર ભજવી દર્શકોના દિલ જીત્યા હતા.

આ પણ વાંચો : દિલ્હી ક્રાઇમની 2 સીઝન માટે ચંડીગઢની રિયલ લાઇફ એસીપી સાથે સમય પસાર કર્યો રસિકા દુગ્ગલે

‘કાબીલ’માં જોઈ નહીં શકતા વ્યક્તિનું પાત્ર ભજવવાની સાથે ‘સુપર ૩૦’માં બૉડી અને ભાષાના ટ્રાન્સફોર્મેશનની સાથે હૃતિકે તેના ટૅલેન્ટનો પરચો આપ્યો હતો. તેણે ‘બૅન્ગ બૅન્ગ’ અને ‘વૉર’ જેવી ઍક્શન ફિલ્મ કરીને પણ દેખાડી દીધુ છે કે તે કોઈ પણ પાત્ર ભજવી શકે છે. રાની મુખરજી, શ્રદ્ધા કપૂર, સોનમ કપૂર આહુજા જેવી હિરોઇનની સાથે ટાઇગર શ્રોફ, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે જેવા ઍક્ટર્સ તેના ફૅન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK