Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘ધૂપ કી દીવાર’માં જોવા મળશે ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી

‘ધૂપ કી દીવાર’માં જોવા મળશે ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી

11 June, 2021 12:06 PM IST | Mumbai
Nirali Dave

ઝીફાઇવ ના શો ‘ધૂપ કી દીવાર’માં સજલ અલી અને અહદ રઝા મીર લીડ રોલમાં છે

‘ધૂપ કી દીવાર’નું પોસ્ટર

‘ધૂપ કી દીવાર’નું પોસ્ટર


‘એક ઝૂઠી લવસ્ટોરી’ જેવા ઝિંદગી ચૅનલના ઓરિજિનલ શોનું સ્ટ્રીમિંગ કર્યા બાદ ઝીફાઇવ ત્રીજો પાકિસ્તાની શો રિલીઝ કરવાનું છે. પચીસમી જૂને આવનારી ‘ધૂપ કી દીવાર’ નામની વેબ-સિરીઝમાં ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી જોવા મળશે. ‘ધૂપ કી દીવાર’માં વિશાલ નામના ભારતીય યુવક અને સારા નામની પાકિસ્તાની યુવતીની વાર્તા છે. વિશાલ અને સારા યુદ્ધમાં પોતપોતાના પિતાને ખોઈ બેસે છે અને દુઃખ તેમને એકબીજાથી કનેક્ટ કરે છે. શ્રીદેવીની ફિલ્મ ‘મૉમ’માં જોવા મળેલી પાકિસ્તાનની અભિનેત્રી સજલ અલી ‘ધૂપ કી દીવાર’માં સારાના લીડ રોલમાં છે. તો અહદ રઝા મીર વિશાલનો રોલ કરી રહ્યો છે. અહદ અને સજલ રિયલ લાઇફ કપલ પણ છે. ‘ધૂપ કી દીવાર’ના રાઇટર ઉમેરા અહમદ છે જેમણે ફવાદ ખાનનો જાણીતો શો ‘ઝિંદગી ગુલઝાર હૈ’ લખ્યો છે. ઉમેરા અહમદનું કહેવું છે કે ‘તમે કોઈ પણ દેશના હો, કોઈ પણ ધર્મ અપનાવો, પણ દુઃખ એવી વસ્તુ છે જેનો અનુભવ દરેક વ્યક્તિ કરે છે. ’


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2021 12:06 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK