° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


‘TVF પિચર્સ’ અને ‘ટ્રિપલિંગ’ની નવી સીઝન ઝીફાઇવ પર!

16 June, 2021 11:49 AM IST | Mumbai | Nirali Dave

TVF (ધ વાઇરલ ફીવર)એ ઝીફાઇવ સાથે પાર્ટનરશિપ કરી છે એટલે કે હવે એના બધા જૂના અને આવનારા નવા શો ઝીફાઇવ પર જોવા મળશે

TVFના શો

TVFના શો

ભારતમાં વેબ-સિરીઝનો ચીલો ચાતરનાર અને કન્ટેન્ટ બેઝ્‍ડ શો બનાવનાર પ્લૅટફૉર્મ ‘ધ વાઇરલ ફીવર’ એટલે કે TVF અને ઝીફાઇવ પ્લૅટફૉર્મની પાર્ટનરશિપની જાહેરાત કરવામાં આવી છે. આ મેગા પાર્ટનરશિપ હેઠળ TVFના જૂના તેમ જ નવા આવનારા શો ઝીફાઇવ પર રિલીઝ થશે. TVFના દરેક શો યુવાનોમાં પૉપ્યુલર બન્યા છે અને એ યુટ્યુબ પર એક કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ ધરાવે છે ત્યારે ઝીફાઇવ માટે આ ડીલ મહત્ત્વની સાબિત થવાની છે. આવનારા સમયમાં TVF ‘પિચર્સ સીઝન 2’, ‘ટ્રિપલિંગ સીઝન 3’, ‘હ્યુમરસલી યૉર્સ સીઝન 3’, ‘એન્જિનિયિંરગ ગર્લ્સ સીઝન 2’, ‘આમ આદમી ફૅમિલી સીઝન 4’ વગેરે શોનું સ્ટ્રીમિંગ ઝીફાઇવ પર થશે.

અગાઉ પોતાનું કન્ટેન્ટ યુટ્યુબ પર રજૂ કરતા TVFનો લેટેસ્ટ શો ‘ઍસ્પિરન્ટ્સ’ સુપરહિટ રહ્યો છે અને એને લીધે TVFના સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે એટલે હવે કમર્શિયલ લેવલે TVF દ્વારા નવી સ્ટ્રૅટેજી બનાવવામાં આવી છે. યુટ્યુબ પર TVFના એક કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ છે, જે આજ સુધી ફ્રીમાં બધા શો જોઈ શકતા હતા.

હવે ઝીફાઇવ પર TVFના શો પેઇડ હશે એટલે કે યુઝર્સે સબસ્ક્રિપ્શન લેવું પડશે.

16 June, 2021 11:49 AM IST | Mumbai | Nirali Dave

અન્ય લેખો

વેબ સિરીઝ

ફિલ્મની સફળતાનું શ્રેય પૂરી ટીમને જાય છે: અતુલ કુલકર્ણી

અતુલ કુલકર્ણીનું કહેવું છે કે જો કોઈ ફિલ્મ સફળ થાય તો એનું શ્રેય આખી ટીમને જાય છે.

01 August, 2021 01:01 IST | mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘એમ્પાયર’ કુણાલ માટે એક્સાઇટિંગ

આમાં પોતે ખૂબ જ ઝનૂની અને ઇમોશનલી કૉમ્પ્લેક્સ પાત્ર ભજવી રહ્યો હોવાનું કુણાલ કપૂર કહે છે

29 July, 2021 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘રુદ્ર’નું શૂટિંગને લઈને નર્વસ છે રાશિ ખન્ના

આ શો દ્વારા અજય દેવગન તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે

29 July, 2021 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK