° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


‘બિગ બૉસ ઓટીટી’ સામે સોશ્યલ મીડિયા પર શું કામ આટલું દંગલ?

28 August, 2021 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહેનાર સેલિબ્રિટીઝ અને ચાહકોનું માનવું છે કે શોના મેકર્સ કેટલાક સ્પર્ધક સાથે આવું વર્તન કરી રહ્યા છે : ઝિશાને જો ભૂલ કરી હોય તો પ્રતીકને પણ ઘરની બહાર કાઢવાની ડિમાન્ડ થઈ છે, નહીં તો તેને પાછો ઘરમાં લાવવામાં આવે

ઝીશાન ખાન

ઝીશાન ખાન

‘બિગ બૉસ ઓટીટી’ને લઈને સોશ્યલ મીડિયામાં ખૂબ દંગલ મચી રહ્યું છે. આ શો હંમેશાં વિવાદમાં રહ્યો છે, પરંતુ પહેલી વાર સેલિબ્રિટીઝ આ શોના મેકર્સને પક્ષપાતી અને ગેરવાજબી ગણાવી રહ્યા છે. શોના હોસ્ટને ઘણી વાર બાયઝ્‍ડ કહેવામાં આવે છે. સલમાનને પણ ઘણી વાર બાયઝ્‍ડ કહેવામાં આવ્યો હતો. જોકે ‘બિગ બૉસ ઓટીટી’ના હોસ્ટ કરણ જોહરને બાયઝ્‍ડ ગણવાની સાથે સેલિબ્રિટીઝ હવે શોના મેકર્સને પણ બાયઝ્‍ડ કહી રહ્યા છે. ગયા અઠવાડિયે કરણ જોહરે વીક-એન્ડ કા વારમાં ઝિશાન ખાન અને દિવ્યા અગરવાલ સાથે ખૂબ ગંદું વર્તન કર્યું હતું. ત્યાર બાદ ઝિશાન અને પ્રતીક સહજપાલ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડો ઉગ્ર બનતાં હાથ ઉઠાવવાની નોબત આવી ગઈ હતી. એને કારણે બિગ બૉસે ઝિશાનને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. આને લીધે ઘણી સેલિબ્રિટીઝે બિગ બૉસ અને એના મેકર્સને ગેરવાજબી અને પક્ષપાતી ગણાવ્યા છે એ જોઈએઃ

ખૂબ જ બકવાસ છે. પ્રતીક અને નિશાંતે પહેલાં ઝિશાનને ધક્કો માર્યો હતો એ સ્પષ્ટ દેખાય છે. ટાસ્કની દરેક પ્રૉપર્ટીને તોડવી એના વિશે કોઈ પ્રત્યાઘાત નહીં? ગેરવાજબીભર્યું વર્તને છે બિગ બૉસનું. અગ્રેશન બન્ને સાઇડથી હતું. છેલ્લી ઘણી સીઝનથી ખૂબ અગ્રેશન જોવા મળી રહ્યું છે. જો ઇવિક્શન કરવું જ હોય તો પ્રતીક અને ઝિશાન બન્નેનું થવું જોઈએ.

ગોહર ખાન

છી નિશાંત અને પ્રતીક. છી બિગ બૉસ. ખૂબ જ ડિસઅપૉઇન્ટિંગ શો છે. તેમણે ટાસ્કની દરેક પ્રૉપર્ટી તોડી નાખી અને પછી કહે છે કે વાગી રહ્યું છે. ઝિશાન બહાર નીકળી ગયો અને બીજો કેમ નહીં? નિશાંત સાપ છે. પ્રતીકે ફ્લૅગ તોડ્યો તો પણ ઝિશાન ચૂપ રહ્યો, પૂલમાં બોર્ડ નાખી દીધું તો પણ ચૂપ રહ્યો. નિશાંતે કહ્યું કે ‘તેણે શરૂ કર્યું હતું’, પરંતુ આ ટાસ્ક ફ્લૅગ અને બોર્ડનો નાશ કરવાનો નહોતો. નિશાંત અને પ્રતીક આ રીતે ગેમને સમજે છે. તેમની સમજણશક્તિને સલામ.

કિશ્વર મર્ચન્ટ

અમને ન્યાય જોઈએ છે.

ટીના દત્તા

ધક્કો મારવો એ હિંસા હોય તો બે જણ મળીને દિવ્યાને પકડી રાખે એ પણ હિંસા થઈ કહેવાય. ઑડિયન્સ દેખ રહી હૈ મેરે ભાઈ ઝિશાન.

વરુણ સૂદ

ઝિશાન સાથે ખોટું થયું. આ વ્યક્તિ ફરી ઘરમાં આવવાને ડિઝર્વ કરે છે.

અરુણ શર્મા

આ સાથે જ શ્રુતિ ઝા, મુગ્ધા ચાફેકર, ક્રિષ્ણા કૌલ અને રેહાના પંડિત પણ ઝિશાનના સપોર્ટમાં આવી છે.

 

28 August, 2021 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘આશ્રમ 3’નું શૂટિંગ શરૂ કર્યું ચંદન રૉય સાન્યાલે

‘આશ્રમ’માં ચંદને ભોપા સ્વામીનું પાત્ર ભજવ્યું હતું જે બાબા નિર્મલ એટલે કે બૉબી દેઓલનો રાઇટ હૅન્ડ હોય છે

15 September, 2021 11:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

ઇન્ડિયાની ક્રાઇમ સ્ટોરી લઈને આવ્યું નેટફ્લિક્સ

બાવીસમી સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે

15 September, 2021 11:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

અનિલ કપૂરની કુકિંગ સ્કિલ પર શંકા હતી ફારાહ ખાનને

ફારાહ ખાન કુંદરને એ વાતની શંકા હતી કે અનિલ કપૂરને રસોઈ આવડશે કે નહીં. અનિલ કપૂર ‘સ્ટાર વર્સસ ફૂડ સીઝન 2’માં જોવા મળવાનો છે.

14 September, 2021 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK