Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘યૉર ઓનર’ની બીજી સીઝન ફ્લોર પર જવા માટે રેડી

‘યૉર ઓનર’ની બીજી સીઝન ફ્લોર પર જવા માટે રેડી

02 April, 2021 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સફળ ઇઝરાયલી સિરીઝની રીમેક અમેરિકામાં પણ ‘યૉર ઓનર’ના નામે બની છે, જેમાં મુખ્ય પાત્ર બ્રાયન ક્રૅન્સ્ટોને ભજવ્યું છે

જિમી શેરગિલ

જિમી શેરગિલ


ઇઝરાયલની ‘ક્વોડો’ નામની થ્રિલર સિરીઝનું ઑફિશ્યલ અડેપ્ટેશન એવી ‘યૉર ઓનર’ વેબ-સિરીઝ સોની લિવ પર ગયા વર્ષે રિલીઝ થઈ હતી. મનોજ બાજપાઈ સ્ટારર ‘શૂલ’ ફિલ્મના ડિરેક્ટર ઈ. નિવાસે આ સિરીઝ ડિરેક્ટ કરી હતી, જેમાં બિશન ખોસલા નામના જજની આસપાસ વાર્તા ફરતી હતી. 

થાય છે એવું કે આ જજનો પુત્ર જ હિટ ઍન્ડ રનના કેસમાં ફસાય છે. જજ સંબંધને મહત્ત્વ આપે છે કે પુત્રને બચાવે છે એ મૂળ મુદ્દો હતો સિરીઝનો. સિરીઝમાં દર્શાવ્યુ હતું કે નામાંકિત વ્યક્તિ પણ પોતાના પરિવારને બચાવવા કઈ રીતે કાયદા તોડે છે અને અહીં તો ખુદ જજનું પાત્ર હતું. હવે સમાચાર છે કે એની બીજી સીઝન આવી રહી છે જે ઈ. નિવાસ જ ડિરેક્ટ કરશે અને એમાં જિમી શેરગિલ બિશન ખોસલા તરીકે, મિતા વશિષ્ઠ કિરણ શેખોન તરીકે, વરુણ બડોલા કાશી સમથાર તરીકે અને યશપાલ શર્મા પંડિત તરીકે જોવા મળશે.



આ સિરીઝ ‘સ્કૅમ 1992’, ક્રિમિનલ જસ્ટિસ અને અનદેખી બનાવનારા અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ બનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સફળ ઇઝરાયલી સિરીઝની રીમેક અમેરિકામાં ‘યૉર ઓનર’ના નામે જ બની છે જેમાં મુખ્ય પાત્ર ‘બ્રેકિંગ બેડ’ સ્ટાર બ્રાયન ક્રૅન્સ્ટોને ભજવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2021 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK