° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


‘પંચાયત’ની ત્રીજી સીઝનને મળી પરમિશન

11 May, 2021 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઍમેઝૉન પ્રાઇમ પર સેકન્ડ સીઝન રિલીઝ નથી થઈ ત્યાં જ થર્ડ સીઝનની પરમિશન આપી દેવામાં આવી, જેનું કારણ સિરિયલની ગુડવિલ છે

‘પંચાયત’

‘પંચાયત’

ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી અને માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી દ્વારા જબરદસ્ત લોકપ્રિયતા મેળવનાર વેબ-સિરીઝ ‘પંચાયત’ની ત્રીજી સીઝન માટે પરમિશન આપી દેવામાં આવી છે. મજાની વાત એ છે કે સેકન્ડ સીઝન હજી રિલીઝ નથી થઈ ત્યાં થર્ડ સીઝનની પરમિશન આપવામાં આવી, જેનું મુખ્ય કારણ છે ‘પંચાયત’ની ગુડવિલ.

વેબ-સિરીઝમાં ફૅમિલી એન્ટરટેઇનમેન્ટની વૅલ્યુ જળવાતી હોવાથી આ વેબ-સિરીઝ રિલીઝ કરવા માટે જબરદસ્ત ફીડબૅક મળતાં હોવાથી ‘પંચાયત’ની ત્રીજી સીઝન એની વનલાઇન પર જ પાસ કરવામાં આવી છે.

શહેરનો એક યુવક ગામડામાં નોકરી કરવા રાજી થાય છે અને એ પછી તેને કેવી-કેવી તકલીફ વેઠવી પડે છે એની વાત ‘પંચાયત’માં કરવામાં આવી છે. સેકન્ડ સીઝનમાં ‘પંચાયત’ના હીરો અભિષેક એટલે કે જિતેન્દ્રકુમારની લવસ્ટોરી શરૂ થાય છે, જે રિન્કીના પ્રેમમાં પડે છે. રિન્કી સાથે મળીને અભિષેક કેવી રીતે ગામના ડેવલપમેન્ટનાં કામ કરે છે એની વાત ‘પંચાયત’ની સેકન્ડ સીઝનમાં કરવામાં આવી છે.

11 May, 2021 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

રિયલ ઇમોશન્સને કૅપ્ચર કરવામાં આવ્યાં એ જ ‘ગ્રહણ’નો ચાર્મ છે: ઝોયા હુસેન

પાસ્ટ અને પ્રેઝન્ટના ધમાકાવાળા આ શોને સત્યા વ્યાસની પૉપ્યુલર બુક ‘ચૌરાસી’ પરથી બનાવવામાં આવ્યો છે

11 June, 2021 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ધૂપ કી દીવાર’માં જોવા મળશે ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી

ઝીફાઇવ ના શો ‘ધૂપ કી દીવાર’માં સજલ અલી અને અહદ રઝા મીર લીડ રોલમાં છે

11 June, 2021 12:26 IST | Mumbai | Nirali Dave
વેબ સિરીઝ

...જ્યારે હુમા કુરેશી સ્પર્ધક અને અમિત સિયાલ જજ તરીકે હતો!

‘મહારાણી’ વેબ-સિરીઝમાં અમિત સિયાલ ‘રાણી ભારતી’ હુમા કુરેશીનો વિરોધી બન્યો છે

10 June, 2021 11:47 IST | Mumbai | Nirali Dave

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK