Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > દર્શન કુમારને કેમ હૅટ મેસેજીસ આવે છે?

દર્શન કુમારને કેમ હૅટ મેસેજીસ આવે છે?

16 June, 2021 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍમેઝોન પ્રાઈમની સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનને કારણે આ ઍક્ટર હાલમાં ચર્ચામાં છે

દર્શન કુમાર

દર્શન કુમાર


‘મૅરી કોમ’, ‘ઍનઍચ૧૦’ જેવી ફિલ્મોને કારણે જાણીતો થયેલો ઍક્ટર દર્શન કુમાર ‘અવરોધ ધ સીજ વિધિન’, ‘આશ્રમ’ અને ‘ધ ફૅમિલી મૅન’ જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળ્યો છે. ઍમેઝોન પ્રાઈમની સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનને કારણે આ ઍક્ટર હાલમાં ચર્ચામાં છે. દર્શન કુમાર આ શોમાં મેજર સમીરના રોલમાં છે જે ભારત પર આતંકવાદી હુમલા કરાવવાનો કોઈ મોકો નથી છોડતો. મેજર સમીર બધી સમસ્યાનું મૂળ છે ત્યારે લોકો તેના કૅરૅક્ટરના મરવાની રાહમાં છે. તેને ‘શ્રીકાંત તિવારી તને ટૂંપો દઈ દે’, ‘આઈ વિશ યુ ડાઈ’, ‘સમીર તુમ જહન્નુમ મેં જાઓ’ એવા મેસેજ આવે છે.

દર્શન કુમારનું કહેવું છે કે, ‘હું એ જ વ્યક્તિ છું જેણે ‘અવરોધ- ધ સીજ વિધિન’માં મેજર રોનક ગૌતમનો રોલ કર્યો છે, પણ લોકો એ ભૂલી ગયા છે. ‘ધ ફૅમિલી મૅન’માં મારા કૅરૅક્ટરને લઈને મેં ઘણી હૅટ પોસ્ટ જોઈ છે. જોકે, હું એ પોસ્ટ અને મને મળતા દરેક મેસેજને કૉમ્પ્લીમેન્ટ તરીકે લઉં છું કેમ કે એ દર્શાવે છે કે મેં મારા કૅરૅક્ટરને ઑથેન્ટિક રીતે ભજવ્યો છે.’ દર્શન કુમારે ‘આશ્રમ’ની ત્રીજી સીઝન અંગે પણ માહિતી આપી છે કે આ શોની ત્રીજી સીઝન કોરોનાની બીજી લહેરને લીધે અટકી ગઈ હતી, પણ હવે સપ્ટેમ્બરમાં તેનું શૂટિંગ ભોપાલમાં શરૂ થવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK