Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-શોમાં સાથે દેખાશે તમન્ના ભાટિયા અને સુનીલ ગ્રોવર?

વેબ-શોમાં સાથે દેખાશે તમન્ના ભાટિયા અને સુનીલ ગ્રોવર?

12 August, 2022 02:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતિ અને પ્રીતિએ ભૂતકાળમાં કૉમેડી શો બનાવ્યા છે

સુનિલ ગ્રોવર, તમન્ના ભાટિયા

સુનિલ ગ્રોવર, તમન્ના ભાટિયા


તમન્ના ભાટિયા અને સુનીલ ગ્રોવર વેબ-શોમાં સાથે જોવા મળવાના હોય એવી શક્યતા છે. આ શોને નીતિ અને પ્રીતિ સિમોસ પ્રોડ્યુસ કરવાનાં છે. આ શોમાં સુનીલ કદાચ નેગેટિવ રોલમાં દેખાવાનો છે. જોકે હજી સુધી મેકર્સ દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી. ડિઝની+હૉટસ્ટાર પર આ શો આવશે. શોના ટાઇટલ વિશે માહિતી નથી મળી. નીતિ અને પ્રીતિએ ભૂતકાળમાં કૉમેડી શો બનાવ્યા છે. હવે તેઓ આ નવા શો સાથે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રોડ્યુસર તરીકે એન્ટ્રી કરવાનાં છે. શોનું શૂટિંગ પણ દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું છે. આ વેબ-શો થ્રિલર ક્રાઇમ-ડ્રામા રહેશે. આ શોમાં તમન્ના પહેલી વખત પોલીસના રોલમાં દેખાવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK