° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


ડૉ. ગુલાટી બન્યો ‘સનફ્લાવર’ સોસાયટીનો ‘સોનુ’

12 May, 2021 11:48 AM IST | Mumbai | Nirali Dave

ઝીફાઇવ પર ૧૧ જૂને રિલીઝ થનારી સિરીઝ ‘સનફ્લાવર’માં કૉમેડિયન-ઍક્ટર સુનીલ ગ્રોવર લીડ રોલમાં

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર

‘ગુત્થી’ અને ‘ડૉ. ગુલાટી’નાં પાત્રો થકી જાણીતા સ્ટૅન્ડઅપ કૉમેડિયન-ઍક્ટર સુનીલ ગ્રોવરે ‘ધ લેજન્ડ ઑફ ભગતસિંહ’, ‘ગબ્બર ઇઝ બૅક’ અને ‘ભારત’ સહિતની અઢળક ફિલ્મો તથા સિરિયલો કરી છે. જોકે તે જાણીતો રિયલિટી શોના તેના કૅરિકૅચરિસ પાત્રોને કારણે વધુ થયો છે. હવે તેની ઍઝ અ લીડ ઍક્ટર વેબ-સિરીઝ આવી રહી છે જેનું નામ છે ‘સનફ્લાવર’.

ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર રિલીઝ થનારા આ શોમાં મુંબઈની મિડલ-ક્લાસ હાઉસિંગ સોસાયટીની વાત છે જેનું નામ સનફ્લાવર સોસાયટી હોય છે. જેમાં ‘સોનુ’ નામનું એક પાત્ર રહેતું હોય છે જે સુનીલ ગ્રોવર ભજવી રહ્યો છે.

સોસાયટીના બાકીના રહેવાસીઓ આ પ્રમાણે છે ઃ ઇન્સ્પેક્ટર દિગેન્દ્ર તરીકે રણવીર શૌરી, ઇન્સ્પેક્ટર તામ્બે તરીકે ગિરીશ કુલકર્ણી, દિલીપ ઐયર તરીકે આશિષ વિદ્યાર્થી, મિસ્ટર ઍન્ડ મિસિસ આહુજા તરીકે મુકુલ ચઢ્ઢા અને રાધા ભટ્ટ તથા મિસ્ટર ઍન્ડ મિસિસ રાજ કપૂર તરીકે આશિષ કૌશલ અને સોનાલી નાગરાણી છે. ૧૧ જૂને ઝીફાઇવ પર રિલીઝ થઈ રહેલી ડાર્ક-કૉમેડી જોનરની ‘સનફ્લાવર’ નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર વિકાસ બહલે લખી છે અને વિકાસ અને રાહુલ સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે.

12 May, 2021 11:48 AM IST | Mumbai | Nirali Dave

અન્ય લેખો

વેબ સિરીઝ

રિયલ ઇમોશન્સને કૅપ્ચર કરવામાં આવ્યાં એ જ ‘ગ્રહણ’નો ચાર્મ છે: ઝોયા હુસેન

પાસ્ટ અને પ્રેઝન્ટના ધમાકાવાળા આ શોને સત્યા વ્યાસની પૉપ્યુલર બુક ‘ચૌરાસી’ પરથી બનાવવામાં આવ્યો છે

11 June, 2021 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ધૂપ કી દીવાર’માં જોવા મળશે ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી

ઝીફાઇવ ના શો ‘ધૂપ કી દીવાર’માં સજલ અલી અને અહદ રઝા મીર લીડ રોલમાં છે

11 June, 2021 12:26 IST | Mumbai | Nirali Dave
વેબ સિરીઝ

...જ્યારે હુમા કુરેશી સ્પર્ધક અને અમિત સિયાલ જજ તરીકે હતો!

‘મહારાણી’ વેબ-સિરીઝમાં અમિત સિયાલ ‘રાણી ભારતી’ હુમા કુરેશીનો વિરોધી બન્યો છે

10 June, 2021 11:47 IST | Mumbai | Nirali Dave

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK